જસદણ પાલિકાના વોર્ડ નં.6 ના આપના મહિલા ઉમેદવારે ભાજપના ઉમેદવારોને ખુલ્લો ટેકો જાહેર કર્યો : હરેશભાઈ ધાધલ ની ચાવીરૂપ ભૂમિકા
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકાની આગામી તા.16 ના રોજ સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે વોર્ડ નં.6 ના ભાજપના ઉમેદવાર કુસુમબેન દાવડાની સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પછાત વર્ગ અનામત મહીલાએ પોતાનું ફોર્મ પાછું ખેંચતાં તેઓ બિનહરીફ બન્યા હતા. જ્યારે વોર્ડ નં.6 ના ભાજપના અન્ય ત્રણ ઉમેદવારો અશોકભાઈ ધાધલ, પ્રવીણભાઈ ભાયાણી અને માધવીબેન વસાણી સામે આપના એકમાત્ર મહિલા ઉમેદવાર નયનાબેન હિરપરા મેદાનમાં હતા. પરંતુ આપના મહિલા ઉમેદવાર નયનાબેન હિરપરાએ વોર્ડ નં.6 ના ભાજપના ત્રણેય ઉમેદવારોને ખુલ્લો ટેકો જાહેર કરતા ભાજપના આગેવાનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ સમગ્ર કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા શહેરના ઉધોગપતિ હરેશભાઈએ ભજવવી હતી. હાલ વોર્ડ નંબર 6 મા બીન હરીફ જેવો માહોલ સર્જાયો છે અને સામેના ઉમેદવાર અશોકભાઈ ધાધલ, પ્રવીણભાઈ ભાયાણી, તેમજ સોનલબેન વસાણી સૌથી વધુ લીડ થી જીતવાનો આશા વાદ વ્યક્ત કરાઇ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
