સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મનિષા મનાણીના અધ્યક્ષસ્થાને ભરૂચ – વાગરા લોકલ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ... - At This Time

સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મનિષા મનાણીના અધ્યક્ષસ્થાને ભરૂચ – વાગરા લોકલ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ…


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
એટ ધીસ ટાઇમ સમાચાર

જિલ્લાના ભરૂચ અને વાગરા વિસ્તારમાં આવેલ વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હઝાર્ડસ યુનિટ્સને ધ્યાને લઇ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે લોકલ ક્રાઇસીસ ગ્રુપ કાર્યરત છે, જેની બેઠક આજરોજ ચેરમેન અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ભરૂચ- વાગરાની અધ્યક્ષતામાં દહેજ એઓસિએશન હોલ દહેજ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં સભ્યોને જિલ્લામાં આવેલ યુનિટ્સ, તેમાં વપરાતાં રસાયણો, તેમાં સંભવિત અકસ્માત સમયે ઉપયોગી સાધનોની કંપની ખાતે ઉપલબ્ધતા, મોક ડ્રીલ આયોજનો, સેફ્ટી ઓડિટ વગેરેથી માહિતગાર કરીને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો.

આ તબક્કે, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનિષા મનાણીએ રાસાયણિક અકસ્માતોના નિવારણ અને સર્જાતી અણધારી આફતોમાં સમયસૂચકતા વાપરીને ઓછામાં ઓછુ નુકસાન પહોચે તેમજ સ્થળ પરની પરિસ્થિતિને તરત જ મોબીલાઈઝ કરવા એ-આઈ બેઝ સોફ્ટવેરનું ડેવલોપમેન્ટ કરવા અંગે પ્રસ્થાવ મૂક્યો હતો. જાહેર સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનને લગતા અધિકારીઓએ તેના વિશે વિગતે ચર્ચા કરી હતી. ચર્ચા બાદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મનિષા મનાણીએ ભારપૂર્વક કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આવનારા દીવસોમાં જ એ-આઈ બેઝ સોફ્ટવેરનું ડેવલોપમેન્ટ કરી દેવા રચનાત્મક સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે, અધ્યક્ષસ્થાનેથી કહ્યું કે, રાસાયણિક અકસ્માતોના નિવારણ માટે ભરૂચ - દહેજ – સાયખા ખાતે આવેલા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા તેમજ કંપનીમાં સર્જાતી અણધારી આફતોના કટોકટીભર્યા સમય દરમ્યાન પ્રોપર - વેમાં કોમ્યુનિકેશન થાય એ માટે ખાસ સૂચનો આપ્યા હતા. કંપનીમાં સમાંતરે મેન્ટેનસ થાય તેના પર ભાર મૂક્યો હતો. કંપનીના આંતરિક સલામતી તપાસના રીપોર્ટ અનુસાર જરૂરી વ્યવસ્થા કરીને સલામતી સુનિશ્ચિત કરવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મનિષા મનાણીએ સૂચનો કર્યા હતા. સાથે જ પ્રતિનિધીઓ સાથે દહેજ જીઆઈડીસીને લગતાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી.

વધુમાં, હાનિકારક રસાયણોના યુનિટમાં કેપરિવહન દરમ્યાન લિકેજ/આગની ઘટના સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ખાસ ચર્ચા કરી પાર્ટ લોડ નહી કરવાં સૂચનો કર્યા હતા. લોકલ ક્રાઇસીસ ગ્રુપની નિયત સમયગાળામાં મિટિંગો યોજવા માટે સુચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, વાગરા નાયબ મામલતદાર,પોલીસ ઈન્સપેક્ટર, ફાયર ઓફીસર, લોકલ ક્રાઇસીસ ગ્રુપના સેક્રેટરી વી.એ.હળવદિયા, દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રતિનિધ અને જાહેર સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિભાગોના અધિકારીઓ તેમજ કંપનીઓના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image