“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા રેલીનું આયોજન કરવામાં આવ્યું
દેશભરમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરીકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાઈ તેવા આશય સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહિસાગર જિલ્લા ખાતે“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું
''હર ઘર તિરંગા'' અભિયાનમાં ભાગીદાર બનવા સમગ્ર દેશ થનગની રહ્યો છે. તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.
“આઝાદી કા અમૃત મહોત્સવ“દરમિયાન પોસ્ટ વિભાગ દ્વારા “NATIONAL FLAG”નું રૂ. ૨૫ ના મૂલ્યે વેચાણ થઈ રહ્યું છે. “NATIONAL FLAG”નું વેચાણ મહીસાગર જિલ્લામાં આવેલ તમામ પોસ્ટ ઓફિસોમાં ચાલુ છે. “NATIONAL FLAG”નું વેચાણ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ તમામ પોસ્ટ ઓફિસમાં વેચાણ ચાલુ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે.લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ તિરંગાનુ વેચાણ કર્યુ છે.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.