સંસ્કૃત ભારતી ધંધુકા દ્વારા ગૌરવ પરીક્ષા અભિવાદન સમારોહ યોજાયો

સંસ્કૃત ભારતી ધંધુકા દ્વારા ગૌરવ પરીક્ષા અભિવાદન સમારોહ યોજાયો


સંસ્કૃત ભારતી ધંધુકા દ્વારા ગૌરવ પરીક્ષા અભિવાદન સમારોહ યોજાયો

હેમચંદ્રાચાર્યજીની જન્મભૂમિ તેવા ધંધુકામાં સંસ્કૃત અનુરાગીઓનું સંસ્કૃત ભારતી દ્વારા સન્માન સમારોહ સમર્પણ સ્કુલ ખાતે યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સંસ્કૃત ભારતી નો સંગઠન મંત્ર અને સંસ્કૃત ગીત કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે પૂજ્ય ગણિપત શ્રી હર્ષકીર્તિવિજયજી મહારાજ સાહેબ, કે કે આર્ટસ કોલેજ ધંધુકાના પ્રિન્સિપાલ શ્રી ઘનશ્યામભાઈ પરમાર સાહેબ, અભિવાદન સમારોહના અધ્યક્ષ તરીકે શ્રી સહદેવસિંહ ચુડાસમા નિયામક શ્રી સમર્પણ વિદ્યાલય તથા મુખ્ય વક્તા તરીકે સંસ્કૃત ભારતી ગુજરાત રાજ્ય ગૌરવ પરીક્ષાના અધ્યક્ષ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા. અભિવાદન કાર્યક્રમમાં કુલ 139 લોકો હાજર રહ્યા હતા એમાં 11 શાળાઓના કેન્દ્ર સંયોજકો અને આ કેન્દ્રના ત્રણ વિદ્યાર્થીઓનું ભારતમાતાની પ્રતિમા આપી સંસ્કૃત અનુરાગી ઓનું બહુમાન કર્યું હતું તેમજ સંસ્કૃત ભારતીય ના આ કાર્યક્રમ ની પ્રેરણા મેળવી તેમજ નટુભાઈ હરે કૃષ્ણ ઇસ્કોન ગ્રુપ દ્વારા ગીતાસાર પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું વદતું સંસ્કૃતમ જયતુ સંસ્કૃતમ્ જયતુ ભારતમ્.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »