વીંછિયામાં તંત્રની બેદરકારીના કારણે લંપી વાયરસનાં ઝપેટ આવતા પશુઓ મરી રહ્યા છે : મુકેશ રાજપરા - At This Time

વીંછિયામાં તંત્રની બેદરકારીના કારણે લંપી વાયરસનાં ઝપેટ આવતા પશુઓ મરી રહ્યા છે : મુકેશ રાજપરા


વીંછિયામાં તંત્રની બેદરકારીના કારણે લંપી વાયરસનાં ઝપેટ આવતા પશુઓ મરી રહ્યા છે : મુકેશ રાજપરા

વિછીયા ની અંદર અનેક પશુઓમાં લંપી નામના વાયરસથી ગાયો મોતને ઘાટ ઉતરી અને આ ઘટનાની જાણ વિંછીયા ગામના ધીરુભાઈ રાજપરા દ્વારા ૧૬૨ પશુ સારવાર વાનને અને ગાંધીનગર કંટ્રોલરૂમ ખાતે બે વખત ફોન કરવા છતાં ગુજરાત સરકારના એક પણ અધિકારી આ લંપી નામના રોગથી પીડાતી ગાયની સારવાર કરવામાં આવી નહીં છેવટે બીજા દિવસે આ ગાયનું વીંછીયા બસ સ્ટેશનની સામે તડપી તડપીને મૃત્યુ થયું જ્યાંથી આ ભ્રષ્ટ ભાજપ સરકારની 162 નંબરની પશુ સારવાર ની વાન પસાર થવા છતાં પણ આ પશુની સારવાર કરવામાં આવી નહીં. માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય આ પશુવાન કામ કરતા નથી વિંછીયા ની અંદર અનેક પશુઓને ગાયોને આ રસી ની જરૂર હોય પણ રસીકરણ પણ કરવામાં આવ્યું નથી આજે માત્ર ને માત્ર સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમે દરેક ગાયને રસીઓ મૂકશું પશુઓ બચાવશું પણ ખરેખર લંપી નામનો ભયંકર રોગ હોવા છતાં કોઈપણ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું નથી અને સરકારના અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી જેથી વિંછીયાના રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી આ લંપી નામના રોગથી પીડાતી ગાયના સારવાર માટે ફોન કરેલો પણ ત્યાં પહોંચતા ની સાથે જ આ ગાય મૃત્યુ પામેલા હાલતમાં હતી માત્ર ને માત્ર આ ગાયના મૃત્યુ પાછળનું એક જ કારણ કે ગુજરાત સરકારની 162 નામની પશુ સારવારની આ વાન ની બેદરકારી અને ગાંધીનગર ફોન કરવા છતાં કોઈ સારવાર માટે આવ્યું નહીં આવશે એવા બે દિવસ થવા છતાં પણ કોઈ આવેલ નથી જેથી માત્રને માત્ર આ ગુજરાત સરકાર ગાયો બચાવવાની વાત કરે છે પણ એની નિષ્ફળતાને કારણે જ અનેક ગાયો મોતને ઘાટ ઉતરે છે જે વિંછીયા રાજગૃપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા એ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon