કેનાલ રોડ પર વેપારી પાસેથી ડુપ્લીકેટ વોલ પેઇન્ટનો જથ્થો કબ્જે:કોપી રાઈટ એકટ હેઠળ ગુન્હો - At This Time

કેનાલ રોડ પર વેપારી પાસેથી ડુપ્લીકેટ વોલ પેઇન્ટનો જથ્થો કબ્જે:કોપી રાઈટ એકટ હેઠળ ગુન્હો


રાજકોટના કેનાલ રોડ પર આવેલા શ્રીનાથજી કોમ્પલેક્ષમાં ડુપ્લીકેટ વોલ પેઈન્ટ વેચાતી હોવાનું જાણવા મળતા અમદાવાદના કંપનીના ઓફિસરે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂ।.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ વિગતો મુજબ,અમદાવાદમાં અદાણી સર્કલ પાસે સોહમ સાનિધ્ય બંગલોઝમાં રહેતા સુભાષભાઈ હરીશચંદ્રભાઈ જયસવાલ(ઉ.વ.40) ની ફરિયાદ પરથી મિલપરામાં રહેતા અને કેનાલ રોડ પર શ્રી નાથજી કોમ્પ્લેક્સમાં વોલ પેઇન્ટની દુકાન ધરાવતા ચિરાગ મહેન્દ્ર ઉદેશી વિરુદ્ધ કોપી રાઈટ એકટ હેઠળ કાર્યવાહી કરી છે.
સુભાસભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે કંપનીમાં ચિફ ઇન્વેસ્ટીગેસન ઓફીસર તરીકે નોકરી કરે છે.ગઇ તા 29/01 તથા તો 29/04 ના રોજ એશીયન પેઇન્ટસ લી.કંપનીના સીનીયર મેનેજર ભાવેશભાઈ એ અમારી કંપનીના મેનેજીંગ પાર્ટનર સુમીત પ્રતાપસીંગને લેટર ઓફ ઓથોરાઇજેસન દ્રારા કંપની વતી લિગલ એકશન લેવા માટે ઓથોરીટી તેમને આપી હતી.
જેથી ગઇ તા.24/04 ના રોજ હું આ કેનાલ રોડ, પર આવેલ અપ્પુ પેઇન્ટ નામની દુકાને ગયેલ અને ત્યાથી એસીયન પેઇન્ટ ની પ્રોડકટ ખરીદેલ અને તે દુકાનદારે મને તેનુ બીલ આપેલ હતુ અને આ એસીયન પેઇન્ટની ના પ્રોડકટ જોતા અને તપાસ કરતા ખબર પડેલ કે આ અપ્પુ પેઇન્ટ નામના દુકાનદાર એસીયન પેઇન્ટનો બારકોર્ડ/કયુ.આર. કોર્ડ વગરનો માલ વેચે છે અને મને જે એસીયન પેઇન્ટનો માલ વેચેલ હતો તેના પર પણ બારકોર્ડ/કયુઆર કોર્ડ ભુસી નાખેલ હતુ.આ એસીયન પેઇન્ટ કંપની તેના પ્રોડકટ ઉપર બારકોર્ડ/કયુ.આર.કોર્ડ એટલા માટે લગાડતી હોય છે કે બાર કોર્ડ/કયુ.આર.કોર્ડ મા પ્રોડકટ રીલેટેડ તમામ માહીતી જણાવી હોય છે.
જેથી અમો ત્યાર બાદ તે દિવસથી આ અપ્પુ પેઇન્ટસ નામની દુકાન ઉપર સર્વે ચાલુ રાખ્યો હતો અને તેવુ ખબર પડેલ કે આ અપ્પુ પેઇન્ટ નામની દુકાન એસીયન પેઇન્ટ કંપનીની પ્રોડકટ ઉપર બારકોર્ડ/કયુ.આર.કોર્ડ ભુસીને તથા બારકોર્ડ/કયુ. આર.કોર્ડ વગરની એસીયન પેઇન્ટ કંપનીની પ્રોડકટ મોટા જથ્થામાં માર્કેટમા વેચે છે.ત્યારબાદ પોલીસને સાથે રાખી આ દુકાને તપાસ કરતા અંદાજીત રૂ.1.74 લાખના કુલ 24 નંગ બકેટ કબ્જે કરી દુકાન માલીક વિરુદ્ધ કલમ 420,465,468 અને કોપી રાઈટ એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.