બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા જસદણમાં શ્યામ કુંજ હોલ ખાતે ત્રણ દિવસની સત્સંગ સભા રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું - At This Time

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા જસદણમાં શ્યામ કુંજ હોલ ખાતે ત્રણ દિવસની સત્સંગ સભા રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું


બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા જસદણમાં શ્યામ કુંજ હોલ ખાતે ત્રણ દિવસની સત્સંગ સભા રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. બીએપીએસના સ્વામી શ્રી જનમંગલ સ્વામીએ પારાયણમાં જણાવ્યું હતું કે રામાયણમાંથી જ્ઞાન લઈને આપણા જીવનમાં સુધારો લાવવાનો છે. રામાયણ સાંભળવાથી પરિવારમાં શાંતિ મળે છે રામાયણમાં ૧૦ પ્રકારની ભક્તિ દેખાડવામાં આવી છે. વધુમાં સ્વામી શ્રી જનમંગલ સ્વામીએ જણાવ્યું હતું કે આપણી ભૂલ થાય ત્યારે માફી માગી લેવી જોઈએ અને સામેવાળી વ્યક્તિની ભૂલ થાય ત્યારે માફી આપી દેવી જોઈએ. પોતાના સંતાનોને સંસ્કાર આપે તે વાલી કહેવાય છે. સત્સંગથી મન મજબૂત થાય છે. મિત્રતા હંમેશા સંસ્કારી લોકો સાથે રાખવી જોઈએ. રામાયણની પારાયણ દરમિયાન સીતા હરણ, જટાયુ મોક્ષ, રામ દ્વારા વાલીનો મોક્ષ, સુગ્રીવ રામ મિલન, રામ અને શબરીનું મિલન સહિતના રામાયણના વિવિધ પ્રસંગોનું આબેહૂબ વર્ણન કર્યું હતું. કથાની પૂર્ણાહુતિ બાદ આરતી યોજાઈ હતી બીએપીએસના અમૃત ચરણ સ્વામી સત્સંગ પ્રિય સ્વામી સહિતના વિવિધ સંતો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.