સાબરકાંઠા જિલ્લામાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન સંદર્ભેસાબરડેરીના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમની તડામાર તૈયારી સમગ્ર વહીવટી તંત્ર કામેલાગ્યું : પ્રભારી મંત્રીશ્રી અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું. - At This Time

સાબરકાંઠા જિલ્લામાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન સંદર્ભેસાબરડેરીના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમની તડામાર તૈયારી સમગ્ર વહીવટી તંત્ર કામેલાગ્યું : પ્રભારી મંત્રીશ્રી અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું.


સાબરકાંઠા જિલ્લામાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન સંદર્ભે સાબરડેરીના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમની તડામાર તૈયારી સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું : પ્રભારી મંત્રીશ્રી અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું.
*********
વડાપ્રધાનમંત્રીશ્રીના આગમન પૂર્વે પ્રભારી મંત્રીશ્રી અને વહીવટીતંત્ર તથા અમૂલ ડેરીના એમ.ડીએ સ્થળની મુલાકાત લઇ થયેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું.
******

આગામી ૧૫મી જુલાઈએ સાબરકાંઠા જિલ્લાની પશુપાલકો ખેડૂતોની કરોડરજ્જુ સમાન સાબરડેરીના ખાતમુહૂર્ત લોકાર્પણ પશુપાલક બહેનો સાથે સંપાદન તથા જાહેર સભાને સંબોધન અંગેના કાર્યક્રમની સાબરડેરી દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વહીવટીતંત્ર અને સંગઠન કાર્યક્રમને સફળ બનાવવા તથા શાનદાર રીતે પાર પાડવા માટે કામે લાગી ગયું છે.
જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ્શ્રી દિપસિંહ રાઠોડ, સ્થાનિક ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, પુર્વ મંત્રીશ્રી અને અધ્યક્ષશ્રી રમણલાલ વોરા, પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઇ પટેલ, અમૂલડેરીના એમ.ડીશ્રી આર.એસ.સોઢી અને ચેરમેનશ્રી શામળભાઇ પટેલ દ્વારા કાર્યક્રમના સ્થળની રૂબરૂ મુલાકાત લઈને કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વરસાદી પાણીનો નિકાલ, રોડ રસ્તા પાર્કિંગ અને પબ્લિકની બેઠક વ્યવસ્થા તથા વી.આઈ.પી. પાર્કિંગ અંગે પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાબરકાંઠા જિલ્લાના આગમન પૂર્વે સાબર ડેરી ખાતે બેઠક બોલાવી માઇક્રો પ્લાનિંગ કરીને થયેલા કામની સમીક્ષા અને કયા વિભાગે શું કામગીરી કરવાની થાય છે તે અંગેની પૂર્વતા અને નક્કર કામગીરી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને હેલીપેડ, જાહેર સભા અને લાઈટ, પાણી, મંડપ ,આરોગ્ય સાથે પ્રોટોકોલ મુજબની કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
આ બેઠક બાદ જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા દ્વારા વડાપ્રધાનશ્રીના આગમન ટાણે સ્થાનિક અમલીકરણ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા સૌને અનુરોધ કર્યો હતો અને માઇક્રો પ્લાનિંગ કરીને આગળ વધવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ સુંદર અને સારી રીતે પાર પડે તે માટે સૌએ સાથ સહકારથી કામ કરવા જણાવ્યું હતું અને વધારાના ફોર્સની જરૂર જણાય તો જે તે વિભાગ તેમના ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરીને વ્યવસ્થા સ્થાપિત કરવા જણાવ્યું હતું.
**********

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.