આર્ટ્સ કૉલેજ મોડાસા વાર્ષિક રોજગાર ભરતી મેળો - At This Time

આર્ટ્સ કૉલેજ મોડાસા વાર્ષિક રોજગાર ભરતી મેળો


શ્રી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ કે શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓ.એમ.આર્ટસ કોલેજ , મોડાસા ખાતે જોબ પ્લેસમેન્ટ સેલ દ્વારા વાર્ષિક રોજગાર ભરતી મેળો ફેબ્રુઆરી- માર્ચ 2025 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડો.દીપકભાઈ જોશી સાહેબએ રોજગારી વિશે માહિતી આપી વિદ્યાર્થિઓને માહિતીગાર કર્યા. આ ભરતી મેળામાં બે કંપનીઓ - કેર વેલ ક્રોપ સાયન્સ કંપની તથા કિરણ મોટર્સએ રોજગારી વિશેની જાણકારી આપી હતી તેમજ કેમ્પસ ઇન્ટરવ્યૂ (campus interview) ગોઠવ્યા હતા. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં 29 વિધાર્થીઓએ ભાગ લઈને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો. કો-ઓર્ડીનેટર ડો. વંદના પરમાર તથા ડો. ગિરીશભાઈ પરમારએ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image