ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ટુ વ્હીલર બંધ કરવા બાબત..
જય ભારત સાથે જણાવવાનું કે હાલમાં ગોતા બ્રિજ ઉપર અકસ્માત થયો જેમાં ઘટના સ્થળ ઉપર 22 વર્ષની મહિલા દેવલોક પામ્યા તે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રેપિડો કંપનીનો વાહન ચાલક પણ ગંભીર ઈજા થઈ છે તો આ બાબતે જવાબદારી કોની ? અમો છેલ્લા બે વર્ષથી આ બાબતે રજૂઆત કરી રહ્યા છે કે આવા વાહન બંધ થઈ જવા જોઈએ તેમજ અમદાવાદ આર.ટી.ઓ સાહેબ દ્વારા પણ એક મહિનાની મુદત આપી હતી તેમ છતાં હજુ આવા વાહનો ચાલી રહ્યા છે કે જેમાં પ્રતિબંધ હોવા છતાં પણ રેપિડો કંપની દ્વારા પેસેન્જર માટે સફેદ નંબર પ્લેટ વાહનો ચાલી રહ્યા છે તે ગેરકાયદેસર છે ઘણા બધા વાહનોને દંડ પણ કરવામાં આવ્યો છે તેમ છતાં ચાલતા હોય તો જેમાં પેસેન્જરની સલામતી ના હોય અને જનતાની સલામતી ના હોય તો આવા વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે તેવી રજૂઆત કરવા માટે આવતીકાલે.. 21/03/25 ને શુક્રવારે સવારે.. 11:00 વાગે અમદાવાદ કલેક્ટર સાહેબ શ્રી ની કચેરી ખાતે આવેદનપત્ર આપી રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. હાલ અમારું પોસ્ટર યુદ્ધ ચાલુ છે જેમાં માત્ર જાગૃતતા લાવવા માટે પોસ્ટર લગાવેલ છે જેથી જેમ બને તેમ જલ્દી આ ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ટુવિલર બંધ કરવામાં આવે નહીં તો અમારું આંદોલન ચાલુ રહેશે. જેમાં આગળ જતા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવશે.
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
