મહીસાગર જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહનું આયોજન
કેન્દ્ર સરકારશ્રી દ્વારા દેશના ખેડૂતોને ખેતી માટે મદદ મળી શકે તે આશયથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ ૧૯મો હપ્તો વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ડીબીટીના માઘ્યમથી ખેડૂતોને મળનાર છે. જેના ભાગ રૂપે મહિસાગર જીલ્લામાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહનું આયોજન લુણાવાડા, મોટા સોનેલા ડો. આંબેડકર ભવન ખાતે રાજ્યસભા સાંસદ સભ્યશ્રી જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ સભ્યશ્રી જસવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ વખતના બજેટમાં ગરીબ, સ્ત્રી, યુવાનો અને અન્નદાતાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. દેશના સ્વાસ્થ્યનો આધાર સ્થંભ ખેડૂતો છે. પી એમ કિસાન સન્માન નિધિ યોજના, ટેકાના ભાવની યોજના, કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, આઇ ખેડૂત પોર્ટલ અને ડી. બી. ટી, ડિજિટલ ક્રોપ સર્વે, ફાર્મર રજિસ્ટ્રી, પ્રાકૃતિક કૃષિ, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ, કૃષિ યાંત્રિકિકરણ, ડ્રોન ટેકનોલોજી, નેનો ફટીલાઇઝર, સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ, એફ. પી. ઓ, કૃષિ રાહત પેકેજ થકી ખેડૂતોનો સંપૂર્ણ વિકાસ થયો છે અને દરેક ખેડૂત પગભર બન્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીક ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાયરૂપ થવા માટે દેશમાં પ્રથમ વખત "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના"ની તા.૦૧.૦૨.૨૦૧૯ થી જાહેર કરવામાં આવેલ છે. આ યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ આજ દિન સુધી દેશના ૧૧ કરોડ જેટલા ખેડૂત કુટુંબને ૧૮ હપ્તા દરમ્યાન રૂ. ૩.૪૬ લાખ કરોડથી વધુની ચુકવણી કરવામાં આવેલ છે.ઓગણીસમા હપ્તા દરમ્યાન દેશના ૯.૭ કરોડ થી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૨૨ હજાર કરોડથી વધુની સહાયની ચુકવણી કરવામાં આવી.જેમાંથી રાજ્યના ૫૧.૪૧ લાખથી વધુ ખેડુતોને રૂ. ૧૧૪૮ કરોડથી વધુ ની રકમ ૧૯ મા હપ્તા દરમ્યાન સીધી બેક ખાતામાં જમા કરવામાં આવ્યા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને પ્રયત્ન થકી આજે રાજ્યના મોટા ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. રોગોથી દૂર રેહવા માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર ઉપાય છે. સરકારશ્રી દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમ થકી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મહત્વ સમજાવી ખેડૂતોની આવકમાં વધારો કર્યો છે.
બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના ૯.૭ કરોડ લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.૨૨,૦૦૦ કરોડની સહાય જમા કરી હતી. ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
