વિદેશ જનાર કઈ દેશ માટે પરદેશ નથી જતા કોઈ મુશ્કેલી સર્જાય તો કરોડો ના ખર્ચે પરત લવાય છે આમા રાજી થવા જેવું શુ ?                      “મણીલાલ પટેલ” ચોતરફ આરપાર - At This Time

વિદેશ જનાર કઈ દેશ માટે પરદેશ નથી જતા કોઈ મુશ્કેલી સર્જાય તો કરોડો ના ખર્ચે પરત લવાય છે આમા રાજી થવા જેવું શુ ?                      “મણીલાલ પટેલ” ચોતરફ આરપાર


વિદેશ જનાર કઈ દેશ માટે પરદેશ નથી જતા કોઈ મુશ્કેલી સર્જાય તો કરોડો ના ખર્ચે પરત લવાય છે આમા રાજી થવા ની જેવું શુ ?                     
"મણીલાલ પટેલ" ચોતરફ આરપાર 

વિદેશમાં કોઇ મુશ્કેલી સર્જાય તો ભારત સરકારને કરોડો રૂપિયા ખર્ચીને તેમને પાછા લાવવા પડે છે. આ બધા કંઈ દેશ માટે પરદેશ જતા નથી. ભારતીય મૂળના કોઇ વ્યક્તિ વિદેશમાં ઉચ્ચ સ્થાને બેસે ત્યારે આપણે રાજીના રેડ થઇ જઇ છીએ. પણ આ બધા દેશને કેટલા ઉપયોગી ?

દેશમાંથી માત્ર વિધાર્થીઓ જ વધુ અભ્યાસઅર્થે વિદેશ જાય છે તેવું નથી. એક જમાનામાં માત્ર બેરિસ્ટર થવા લોકો બ્રિટન જતા હતા. હવે તો સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જઇને ત્યાં સ્થાયી થવાનું સપનું જોનારાની સંખ્યા વધતી જાય છે. ત્યાં તો અભ્યાસ સાથે રોજગારીની વ્યવસ્થા હોય છે. આપણે ત્યાં તો અભ્યાસ પછી પણ રોજગારી નથી. વળી, અનેક દેશોમાં એમબીબીએસ જેવા કેટલાક અભ્યાસક્રમો ભારત કરતાં ઓછા ખર્ચે ભણી શકાય છે. એટલે વિધાર્થીઓ તો વિદેશ જવાનું વિચારે તે સમજી શકાય. જોકે આપણા મહાન નેતાઓ તો વિદેશમાં ભણીને દેશમાં પરત આવતા હતા. ગાંધીજી, સરદાર, નહેરુ જેવા અનેક નેતાઓ બેરિસ્ટર થવા વિલાયત ગયા હતા પણ ભણીને પાછા દેશમાં આવ્યા હતા. એવું આજે બનતું નથી.

મધ્યમવર્ગના તો સમજ વિના અહીંની જમીન મિલ્કતો વેચીને લાખો રૂપિયા ખર્ચીને ગેરકાયદેસર પણ જવા માંડ્યો છે ને છેતરપિંડીની અનેક ઘટનાઓ ઘટે છે. અહીં કરતાં અમેરિકામાં કમાણી ઘણી છે તેમ તેમને લાગે છે. એટલે દલાલો તેમને છેતરે છે ને યોગ્ય અભને પૂરતા દસ્તાવેજો ન હોય તો પણ દલાલો તે ઊભા કરીને મોકલે છે. ને પછી જનાર છેતરાય છે ને મરે છે. ઘણા જતી જાય છે ને પાછા આવી જાય છે.

હવે તો દેશના અનેક મોટા ઉધોગપતિઓ કે જેમની સંખ્યા હવે હજારોમાં છે તે પણ અહીં ધંધા ભાડે આપીને કે બીજાને સોંપીને વિદેશ વસવાટ કરવા લાગ્યા છે. જાણે કે તેમને આ દેશ રહેવા જેવો લાગતો નથી.

એક બાજુ રાષ્ટ્રપ્રેમ ને દેશભક્તિની મોટી મોટી વાતો થાય છે ને બીજી બાજુ હજારો લોકો દેશ છોડી રહ્યા છે. જેમને કદી બીજા રાજ્યમાં પણ જવાનું નથી તેઓ પણ પાસપોર્ટ કઢાવે છે. જેથી પાસપોર્ટ ઓકિસનું પણ ભારણ વધી રહ્યું છે. જો દેશ મહાન છે, લોકશાહી છે, દેશની ભવ્ય સંસ્કૃતિ છે તો પછી બધા વિદેશ કેમ પસંદ કરવા લાગ્યા છે તે ચિંતનનો મુદ્દો છે.

દેશોમાં રાજકારણમાં પણ આગળ છે. પ્રધાનો બન્યા છે. સલાહકારો છે, મોટી મોટી કંપનીઓમાં સીઇઓ પણ છે. આ બધાને દેશ માટે ગૌરવ છે. માન છે પણ દેશમાં રહીને દેશની સેવા કરવા કોઇ ઇચ્છતું નથી. એક બાજુ ભારતીય ઉદ્યોગપતિઓ વિદેશોમાં રોકાણ વધારી રહ્યા છે તો બીજી બાજુ ભારતમાં રોકાણ માટે રાજ્યો વાઇબ્રન્ટ સમિટ યોજી રહ્યા છે ત્યારે વિરોધાભાસ લાગે છે.
વિદેશમાં કોઈ મુશ્કેલી સર્જાય તો ભારત સરકારને કરોડો રૂપિયા ખર્ચીને તેમને પાછા લાવવા પડે છે. આ બધા કઈ દેશ માટે પરદેશ જતા નથી. ભારતીય મૂળના કોઈ વ્યક્તિ વિદેશમાં ઉચ્ચ સ્થાને બેસે ત્યારે આપણે રાજીના રેડ થઇ જઈ છીએ. પણ આ બધા દેશને કેટલા ઉપયોગી છે ?
વિદેશોમાં પણ હવે તો બેકારી વધી રહી છે ને ત્યાંના સ્થાનિક લોકો રોજી માગી રહ્યા છે. એટલે તો અમેરિકા, ફ્રાન્સ, રશિયા, જર્મની, જાપાન જેવા દેશોની નજર ભારત તરકે છે, તેમની સામગ્રી ભારતમાં આવે યા વેચાય તો તેમના દેશમાં રોજી વધે, નાનો દેશ દેવાળિયો થાય તે તો સમજ્યા પણ અમેરિકા જેવા દેશમાં બૅન્કો બંધ થાય ને દેવાળિયો થવાની વાતો આવે ત્યારે થાય કે આપણો અમેરિકા મોહભંગ કેમ થતો નથી? વિશ્વમાં ભારતના માનપાન વધી રહ્યા છે તેનું કારણ ભારત વસતિની  દ્રષ્ટી એ એક મોટું બજાર છે.
જેમ વિકસિત દેશો પોતાના ત્યા રોજ્ગારી વધે તેવા પ્રયાસો કરે છે તેમ આપણા દેશમાં પણ રોજગારીનાં દ્વાર ખૂલશે ત્યારે વિદેશો ભણી દોટ ઘટશે, ભારતમાં જે કામો લોકો નથી કરતા તે વિદેશોમાં જઈને હોંશે હોંશે  કરે છે. કેમ કે વળતર વધુ મળે છે. જ્યારે તે જ કામનું અહીં જૂજ વળતર મળે છે. જ્યારે અહીં તો ડિગ્રીવાળાને પણ નોકરી નથી ને છે તેમને યોગ્ય વેતન પણ મળતું નથી.
ભ્રષ્ટાચાર મુક્ત તકલાદી નહીં પણ મુક્ત મજબૂત વિકાસની જરૂર
દેશમાં ચોમાસું આવે એટલે રસ્તા તૂટવા ને ભુવા પડવાના બનાવો હવે સામાન્ય ઘટના બની ગઇ છે. ૨૦-૨૫ ઇચ વરસાદ પડે તો સમજી શકાય પણ દોઢ-બે ઇંચ વરસાદમાં પણ ભુવા પડવાનું ને રોડ તૂટવાનું શરૂ થઇ જાય છે. દર વર્ષે આ મામલો હાઇકોર્ટ સુધી જાય છે ને હાઇકોર્ટે કડક ચેતવણી આપીને આકરી ટીકા પણ કરે છે. આ દર વર્ષનો ક્રમ બની ગયો છે. હવે તો મિડિયા પણ કા રસ્તા તૂટશ ને કાં ભુવા પડશે તેની એડવાન્સ વિકાસ છે. યાદી પ્રગટ કરે છે. દર વર્ષે ઘણીવાર તો એક જ જગ્યાએ ભુવા પડે છે. તાજા બંધાયેલા પુલ કે લોકાર્પણ પહેલા બનતા પુલ તૂટવાની ઘટનાઓ પણ વધી રહી છે.

ચારે તરફ વિકાસ-વિકાસની વાતો ને શોરબકોર સંભળાય છે. પણ આ બધા વિકાસમાં નર્યો ભ્રષ્ટાચાર થાય છે. પરિણામે ટકાઉ કાર્ય થતાં નથી. અંગ્રેજોના સમયના પુલ હજુ અડીખમ છે ને આપણા બનાવેલા તૂટવા લાગે છે. આમાં ભ્રષ્ટાચાર, બેદરકારી, કાર્યક્ષમતાનો અભાવ, અણઆવડત, નિષ્ઠા, ગંભીરતા ને જવાબદારીનો અભાવ જોવા મળે છે. બ્રિજ કે ભવનો બનાવવામાં પૈસા મળે છે એટલે બનાવી દેવાય છે પણ સાવ તકલાદી બનાવાય છે.

નવી બનાવેલ હોસ્પિટલો કે સરકારી ભવનોમાં પાણી પડવાના કે છત યા દીવાલો તૂટવાના બનાવો સામાન્ય થઈ પડ્યા છે. આવા તકલાદી વિકાસનો અર્થ શું? જરૂર કરતાં અનેકગણો વધુ ખર્ચ કરવા છતાં ટકાઉ કામો હવે દીવાસ્વપ્ન જેવી બાબત બની ગઈ છે. પ્રજાની પણ બધું ચલાવી લેવાની વૃત્તિ આના માટે જવાબદાર છે. સત્તા પરિવર્તન નહીં પણ વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. ભારતમાં ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ થઈ રહ્યો છે તેને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની જરૂર છે. આજનો વિકાસ તકલાદી અત્ર, તંત્ર, સર્વત્ર ભેળસેળ

ખાધચીજોમાં ભેળસેળની પ્રવૃત્તિ વધી વિસ્તરતી ને વિકસતી જાય છે, લોકોનું જેમ કાસ્ટફૂડ ને બહારનું ખાવાનું વધતું જાય છે તેમ ભેળસેળ પણ વધતી જાય છે. ખાધયીજો એ સારા નકાનો ધંધો છે એટલે તેની ગુણવત્તાનો કોઈ ભાગ્યે જ વિચાર કરે છે. તંત્ર તહેવારો આવે ત્યારે જાગે છે ને દંડ ફટકારે છે, ઘણી વાર તો ભેળસેળનો રિપોર્ટ એટલો મોડો આવે છે કે નમૂના લીધેલ ચીજોનું વેચાણ પણ થઇ ગયું હોય છે. બહુ ઓછા કેસમાં દંડ કે સજા થાય છે. હવે તો માત્ર મસાલા પૂરતી ભેળસેળ મર્યાદિત નથી પણ નકલી ઘી, દૂધ, ચીઝ, પનીર, મસાલા જીરું વગેરે બનાવટી બની રહ્યા છે. સૌથી વધુ ખતરનાક ભેળસેળ તો દવાની છે. જે માનવ જીવન સામે ભારે ખતરો ઊભો કરે છે. હવે તો દારૂ પણ શુદ્ધ મળતો નથી. ઝેર પણ કદાચ એવું ભેળસેળવાળું મળવા લાગી કે તે પીવાથી મૃત્યુ નહીં થાય. ભેળસેળ ને નકલી ચીજો સામે સરકારે જાગ્રત થવાની જરૂર છે. ભેળસેળિયા આતંકવાદીથી પણ વધુ ખતરનાક છે. ભેળસેળ માટે દેહાંતદંડ કે આજીવન સજાની જોગવાઈ થાય તે જરૂરી છે. લોકોએ પણ વધુ પડતું બહારનું ભેળસેળિયું ખાવાની વૃત્તિમાંથી બાર નીકળવાની જરૂર છે. કેમ કે જાણીતી કંપનીઓની બ્રાન્ડ પણ શુદ્ધ માલૂમ પડતી નથી ને ખાવા યોગ્ય ન હોવાની ઘટનાઓ બહાર આવે છે. જાણીતું ને સારા પેકિંગવાળું ખાણું ગુણવત્તા સભર ને આરોગ્યપ્રદ હોય તેવું માનવું સાવ ભૂલભરેલું છે, જાણીતી બ્રાન્ડ પર પણ આંધળો વિશ્વાસ મૂકવાની જરૂર નથી, કેમ કે જાણીતી બ્રાન્ડવાળાને ખબર હોય છે કે લોકો પોતાની બ્રાન્ડ પર આંધળો વિશ્વાસ મૂકીને આરોગે છે. જેથી ગુણવત્તા તકલાદી બહુ ધ્યાન ન પણ અપાય તેવું પણ બની શકે

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.