લાલુ પુત્ર અને નવી સરકારના મંત્રી તેજપ્રતાપે અધિકારીઓની બેઠકમાં જીજાજીને પણ સાથે રાખ્યા - At This Time

લાલુ પુત્ર અને નવી સરકારના મંત્રી તેજપ્રતાપે અધિકારીઓની બેઠકમાં જીજાજીને પણ સાથે રાખ્યા


નવી દિલ્હી, તા.19 ઓગસ્ટ, 2022બિહારની નવી સરકારમાં મંત્રી બનેલા તેજ પ્રતાપ યાદવ ફરી એક વખત ચર્ચાનો વિષય બની ગયા છે.લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપને નવી સરકારમાં પર્યાવરણ મંત્રી બનાવાયા છે. જ્યારે તેમણે મંત્રી તરીકે પોતાના વિભાગના અધિકારીઓની બેઠક યોજી ત્યારે પોતાના જીજાજીને પણ તેમાં બોલાવી લીધા હતા.લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીના પતિ શૈલેશ કુમાર એટલે કે તેજપ્રતાપના જીજાજી આ બેઠકમાં નજરે પડ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર તસવીર વાયર થઈ રહી છે.ભાજપે સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, આ પહેલાની બેઠકમાં પણ શૈલેષ કુમાર સામેલ થયા હતા. કઈ હેસિયતથી તેમણે આ બેઠકમાં ભાગ લીધો છે? જોકે તેજ પ્રતાપને હળવાશથી લેવાની જરુર નથી. તેમની સાથે શૈલેષ છે. આરજેડીના તમામ મંત્રીઓથી શૈલેષજી વધારે સમજદાર અને ટેલેન્ટેડ છે. શૈલેષ ભાઈનો આશીર્વાદ હશે તો તેજપ્રતાસ સૌથી બેસ્ટ મિનિસ્ટર સાબિત થશેઆ મુદ્દા પર જોકે આરજેડી નેતાઓમાંથી કોઈ મોઢુ ખોલવા માટે તૈયાર નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.