સિહોર ખાતે આંખ ની તપાસ તથા ચશ્માં વિતરણ કેમ્પ યોજાયો - At This Time

સિહોર ખાતે આંખ ની તપાસ તથા ચશ્માં વિતરણ કેમ્પ યોજાયો


ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ભાવનગર જિલ્લા શાખાના લાયન્સ ક્લબ ઓફ સિહોર ના સહયોગથી શિહોર તાલુકા બ્રાન્ચ દ્વારા વિનામૂલ્યે આંખની તપાસ તથા ચશ્મા વિતરણ કેમ્પ તારીખ:27-12-2024 ને શુક્રવારના રોજ બપોરે 2:00 થી 5:00 દરમિયાન ગાયત્રી ક્લીનીક, પાળિયાધારનો ખાંચો, બસ સ્ટેન્ડ ઢાળ, સીતારામ સ્ટુડીઓવાળો ખાંચો, શિહોર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં જરૂરિયાત મંદ વ્યક્તિઓ આ કેમ્પનો લાભ લઇ શકશે, કેમ્પમાં લાભ લેવા માટે ફક્ત રૂ.5/- માં રજિસ્ટ્રેશન કરાવવાનું નું તેમજ વહેલાતે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે જેના ભાગરૂપે ૩૩૨ દર્દી નારાયણે આ કેમ્પનો લાભ લેવા રજિસ્ટ્રેશન કરાવી આંખ ની તપાસ કરાવી હતી તેમજ વિના મૂલ્યે બે તાળા ચશ્મા મેળવ્યા હતા
સિહોર લાયન્સ કલબ ના પ્રમુખ પ્રશાંતભાઈ આસ્તિક, પુર્વ પ્રમુખ લાયન અશોકભાઈ ઉલવા,પુર્વ પ્રમુખ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સિહોર તાલુકા શાખા ના પ્રમુખ પ્રદીપભાઈ કળથીયા , પુર્વ સેક્રેટરી ઉદયભાઈ વિસાની તથા જાયન્ટસ ગ્રુપ ના હરેશભાઈ પવાર તથા યુવા યુગ પરીવર્તન ગ્રુપ ના કૌશિક ભાઈ વ્યાસ હાજર રહ્યા હતાં. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.