એક યુવતીના અશ્લીલ ફોટા સોશીયલ મીડીયા વોટ્સએપમા વાયરલ કરતા આરોપીને પાટણથી પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ,
મે. નાયબ પોલીસ મહાનિરીક્ષકઆર.વી.અસારી સા.પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા
નાઓએ જીલ્લામાં ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઈમના ગુન્હાઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસને આવા ગુન્હાઓ આચરનારા ગઠીયાઓને પકડવા અને તેઓ પર અંકુશ લાવવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ જીલ્લામાં સાયબર ક્રાઈમના ગુન્હાઓ ડીટેકટ કરવા સારુ ડી.ડી.પઢિયાર પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નાઓને જરુરી સુચના અને માર્ગદર્શન આપેલ.
અત્રેના દાહોદ જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દાહોદ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨
૧૦૨૪૦૦૧૦/૨૦૨૪ આઇ.ટી.એકટ કલમ-૬૬(ઈ),૬૭,૬૭(એ)મુજબનો ગુન્હો રજિસ્ટર કરવામાં આવેલ છે.જેમાં આ કામના આરોપી દિલીપભાઈ શનુભાઈ જાતે-નિનામા ઉ.વ.૨૪ રહે ચૈડીયા ટાવર ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ નાએ સોશિયલ મડીયાના વોટ્સએપ મારફતે આ એક યુવતીના અશ્લીલ ફોટા તથા વિડીયો કોલના સ્ક્રીન શોટ યુવતીની જાણ બહાર લઇ યુવતીના પતિને મોકલી યુવતીની પ્રતિષ્ઠાને લાંછન લગાડી તેમજ માનસિક રીતે પરેશાન કરી ગુન્હો કરેલ હોય જે ગુન્હાની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.પઢીયાર ટીમ સાથે વર્ક આઉટ કરી ટેકલનીકલ માધ્યમથી તપાસ કરતા આરોપી પાટણ જીલ્લાના ખાનપુર ખાતે હોવાની માહિતી મળેલ જેથી ટીમ બનાવી આરોપીની તપાસ માટે રવાના કરવામાં આવેલ અને પાટણ ખાતેથી આરોપીને પકડી પાડવામા સફળતા મળેલ છે. અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર :- ઝેની શેખ
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.