સુઈગામ BSF કેમ્પ ખાતે યોજાયેલ ત્રીદિવસીય બુટ કેમ્પનું DIG ની ઉપસ્થિતિમાં સમાપન. - At This Time

સુઈગામ BSF કેમ્પ ખાતે યોજાયેલ ત્રીદિવસીય બુટ કેમ્પનું DIG ની ઉપસ્થિતિમાં સમાપન.


સુઇગામમાં સીમા સુરક્ષા દળ ગુજરાત દ્વારા સરહદી વિસ્તારના યુવાનો માટે ખાસ ત્રિ-દિવસીય 6 થી 8 જાન્યુઆરી દરમિયાન બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોર્ડર ટુરીઝમના વિઝનથી પ્રેરિત આ પહેલ, ઝીરો પોઈન્ટ નજીક નડાબેટ-સુઈગામમાં રાષ્ટ્રના યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાવવા અને દેશભક્તિ, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. જેમાં બી.એસ.એફ. ના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. જે રાષ્ટ્રીય સુરક્ષા અને મહત્વની ભૂમિકાને સમજવામાં તે મદદરૂપ સાબિત થશે. આ કેમ્પમાં કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડાના 20 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને મેપ પ્રેક્ટિસ, રૂટ માર્ચ અને અન્ય સાહસિક પ્રવૃતિઓ સાથે શારીરિક તાલીમ અને અવરોધ કોર્સ કરાવવામાં આવ્યા હતા,આ સાથે, સહભાગીઓને રમતગમત, પક્ષી અભયારણ્યની મુલાકાત, નડાબેટમાં સ્થાનિક જોવાલાયક સ્થળો અને સરહદ દર્શનની મુલાકાત, નડાબેટમાં સરહદ સુરક્ષા દળના પ્રખ્યાત એકાંત સમારોહ જેવી પ્રવૃત્તિઓનો અનુભવ કરવાયો હતો,અને સુઈગામ ખાતે બીએસએફ ના કેમ્પમાં સોમવારે બીએસએફ ના ડીઆઈજી ભુપેન્દ્રસિંઘ ના અધ્યક્ષસ્થાને બુટ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.9904023862


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.