ગુજરાત ગૌરવ યાત્રાનું સમી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
સમી: બહુચરાજી થી શરૂ થયેલી ગૌરવ યાત્રા આજે સમી તાલુકામાં આવી પહોચી હતી.ગુજરાત ગૌરવ યાત્રા સમી અને કનીજ ચોકડી બાસ્પા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. આ ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય દિલીપજી ઠાકોર,બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી,હાર્દિક પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.