એસ.ટી.બસ ના ડ્રાઇવર કંડકટર લાકડિયા ગામ ની અંદર બસ નહીં લાવતાં બાયપાસ હાઈવે પર થી હંકારી જતાં હોય જેની રજૂઆત કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rweeu1glz1v2piob/" left="-10"]

એસ.ટી.બસ ના ડ્રાઇવર કંડકટર લાકડિયા ગામ ની અંદર બસ નહીં લાવતાં બાયપાસ હાઈવે પર થી હંકારી જતાં હોય જેની રજૂઆત કરાઈ


લાકડિયા લોકતંત્ર હિત રક્ષક સમિતિના આયોજકો જય લોકતંત્ર ગ્રુપના સહકારથી આજ યુવા ટિમ વહેલી સવારે મુખ્ય હાઈવે પર આવેલ અને ગામની અંદર નહીં આવતી ગુજરાત સ્ટેટ રાજ્ય પરિવહન નિગમની બસને ગામની અંદર થઈ જવા માટે મૌખિક રીતે જણાવ્યું હતું તેમજ ગામ લોકો દ્વારા કન્ડકર પાસે ફરિયાદપત્ર માંગવામાં આવેલ તો એ પણ ફરજ પરના અધિકારી પાસે ન હતું
આ બાબતે તંત્રને પણ વારંવાર રજુઆત કરવામાં આવેલ છે સરકારનો લેખિત આદેશ છે કે તમામ બસ લાકડિયા ગામમાં થઈને પસાર કરવી તેમ છતાં પણ બસના ફરજ પરના કર્મચારીઓ તેનું પાલન કરતા નથી..
બસ અંદર ના આવવાને કારણે સામાન્ય નાગરિક પરેશાની ભોગવી રહ્યા છે આજે ગામમાંથી વિધાર્થિનીઓ અપડાઉન કરતી હોય છે જેમને હાઈવે પર ઉતારી દેવામાં આવે છે. તેમજ શાળા કોલેજોમાં જવા માટે પણ બસ માટે હાઈવે પર જવું પડે છે આ કેટલું યોગ્ય છે ? જેથી કરીને ઘણી બસ બાયપાસ નીકળી જાય ત્યારે વિધાર્થિનીઓ પોતાના અભ્યાસ અર્થે જે તે સ્થળે સમયસર પહોંચી પણ નથી શકતી અને એકથી દોઢ કિલોમીટર બહાર બસ પકડવા જવા માટે એકલી વિધાર્થિનીઓએ જવું એ પણ જોખમી છે
તો તંત્ર સજાગતા દાખવે અને ૧૫૦૦૦ જેટલી વસ્તી ધરાવતા લાકડિયા ગામને સ્ટોપ મુજબ દરેક બસને સખ્તાઈથી ઓર્ડરનું પાલન કરવા માટે જણાવામાં આવે. જે બસના કન્ડકટર આદેશનું પાલન નથી કરતા તેમનાં પર કાર્યવાહી કરવામાં આવે
વધુમાં એવુ જણાવ્યું છે કે હવે એક લેખિતમાં અહેવાલ આપ્યા પછી પણ જો યોગ્ય નિરાકરણ નહીં આવે કે ન્યાયની માંગને સ્વીકારવામાં. નહિ આવે તો
લોકતાંત્રિક રીતે રસ્તા રોકો આંદોલન થશે જેની જવાબદારી લાગુ પડતા તંત્રની રહેશે..જે રજુઆત
લોકતંત્ર હિત રક્ષણ સમિતિ અધ્યક્ષ કેશવભાઈ મચ્છોયા દ્વારા કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]