ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉપલેટાની પેટા તિજોરી કચેરીને ચાલુ રાખવા અંગે મુખ્યમંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને પાઠવ્યું આવેદન
ઉપલેટા તાલુકાને સતત અન્યાય થઈ રહ્યો હોવાનું પણ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સરકારમાં ખાસ રજૂઆત
(આશિષ લાળકિયા દ્વારા)
ઉપલેટા તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩, નાણા વિભાગ સચિવાલય ગાંધીનગરના ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ ના પત્ર દ્વારા તિજોરી સુધારણા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યની ૧૭ જેટલી પેટા તિજોરી કચેરી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ થી વિવિધ કારણોસર બંધ કરવા માટેનો આદેશ આપેલ છે ત્યારે આ બાબતને લઈને નિવૃત્ત કર્મચારી મંડળ સરકારને રજૂઆત કરેલ છે તેના અનુસંધાને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સરકારને આવેદનપત્ર આપી આજુઆત કરેલ છે. ઉપલેટા શહેરની અને ભાયાવદર શહેર જે હાલ નગરપાલિકા દરજ્જો ધરાવે છે અને તાલુકામાં ઘણા મોટા ગામો છે તેવું જણાવ્યું છે અને આ બાબતને ધ્યાનમાં લઈને ઉપલેટા પેટા તિજોરી કચેરી ચાલુ રાખવાની માંગ ઉઠાવી રજૂઆત કરી છે.
આ કચેરીમાં કામગીરીમાં કાયમી માટે સારૂ એવું કામનું ભારણ રહેતું હોય છે અને જેમાં પેન્શનરો તથા કોર્ટ વગેરે કાર્યવાહી ઉપલેટા તાલુકા હસ્તક જ આવતી હોય છે. ભવિષ્યમાં સિનિયર સિટિઝન્સ કર્મચારી તથા પેન્શનરોને ઘણી જ તકલીફ પડશે તેવા મુદ્દાઓને ધ્યાનમાં લઇ અને ઉપલેટા પેટા તિજોરી કચેરી કાયમી ધોરણે ચાલુ રાખવા માટેની ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માંગ કરવામાં આવી રહી છેઃ અને આ બાબતમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી તેમની રજૂઆતો અને વિનંતીઓ કરી છે.
ધોરાજી-ઉપલેટા વિધાનસભાની સીટ એકત્રીકરણ થયા બાદ ઉપલેટા તાલુકો ધોરાજી તાલુકા કરતા ઘણો મોટો હોવા છતાં પણ સરકાર તરફથી સસ્ત અને વારંવાર ઘોર અપેક્ષા થતી રહી છે અને ઉપલેટા પેટા તિજોરી કચેરી બંધ કરવા સરકારની તજવીજ ચાલુ છે. અગાઉ પણ ઉપલેટામાં ત્રણ પોસ્ટ ઓફિસ હતી જેમાંથી માત્ર એક પોસ્ટ ઓફિસ બનાવી મર્જ કરી છે તથા બેંક કરન્સી ચેસ્ટ પણ ઉપલેટામાંથી બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપલેટામાં બે કોર્ટ હોય તેમાંથી પણ એક ભાયાવદર જે તાલુકો ના હોવા છતાં ખસેડવાની તજવીજ ચાલુ છે. આ સાથે જ પ્રાંત કચેરી, સેસન્સ કોર્ટ, લેબર ઓફિસ વગેરે તમામ ધોરાજીને ફાળવવામાં આવેલ છે.
ઉપલેટા તાલુકાની તથા તાલુકાની પ્રજાની સતત ઉપેક્ષા થઈ રહી છે તે બાબતને લઈને પણ ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારમાં ખાસ રજૂઆત કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે ઉપલેટા પેટા તિજોરી કચેરી કાયમી ધોરણે ચાલુ રાખવા ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરકારને ખાસ લેખિત રજૂઆત કરી અને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી પોરબંદર રમેશ ધડુક, ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય, ધોરાજી પ્રાંત અધિકારી કચેરી, રાજકોટ જિલ્લા તિજોરી ઓફિસર, પેટા તિજોરી અધિકારીને નકલો રવાના કરી છે.
તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.