રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦ની પ્રિ-ઓપનિંગ ઈવેન્ટએ નાગરિકોમાં ભરી દીધું જોમ.
રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટના આંગણેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ ૩.૦ના શુભારંભની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આજે શહેરીજનોમાં રમત-ગમત માટે જોશ અને ઉત્સાહ ભરતી ખેલ મહાકુંભ પ્રિ-ઓપનિંગ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા અને માહોલમાં જોમ ભરી દીધું હતું. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણે તથા નિવાસી અધિક કલેક્ટર એ.કે.ગૌતમે બહુમાળી ભવન ખાતેથી આજે સાંજે પ્રિ-ઓપનિંગ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા રમત-ગમત અધિકારી વી.પી.જાડેજા તથા જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાની કચેરી દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં સ્કેટિંગ, બાસ્કેટ બોલ, જુડો, બેડમિન્ટન, સાયકલિંગ, આર્ચરી સહિતની રમતોના ખેલાડી જોડાયા હતા. આ દરમિયાન "શેરો" રેલી સાથે રહ્યો હતો અને લોકોનું મનોરંજન કર્યું હતું. આ રેલીમાં ખેલ મહાકુંભના દિવ્યાંગ આઇકોન શૈલેષ પંડ્યા પણ જોડાયા હતા. બહુમાળી ખાતેથી શરૂ થયેલી આ રેલી જ્યારે રેસકોર્સ રોડ પરથી પસાર થતી હતી ત્યારે નાગરિકોએ વાહન થંભાવી દીધા હતા અને ફોટો-વિડિયો ઉતારીને આ રેલીની ઈવેન્ટને પોતાના ગ્રુપમાં શેર કરી હતી. પ્રિ-ઓપનિંગ ઈવેન્ટ અંતર્ગત યોજાયેલી રેલીએ રમત-ગમત માટે ઉત્સાહનો માહોલ સર્જી દીધો હતો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.