જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની તૈયારીઓની સમીક્ષા બેઠક સંપન્ન*
*
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' નો લાભ મળવાપાત્ર પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકરશ્રીનું સૂચન
મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના સુચારુ આયોજન અને આ યાત્રા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી સીધી પહોંચાડવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને જન-જન સુધી લઈ જવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી કલ્યાણકારી યોજનાઓનો લાભ આ યાત્રા દરમિયાન આપવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે મહીસાગર જિલ્લા સેવાસદન ખાતે મળેલી બેઠકમાં કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન મહીસાગર જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરીને આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી PRANAM યોજના અને નેનો ફર્ટિલિજેર યોજના સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે સાથે ટ્રાઈબલ તાલુકામાં સિકલ સેલ એનીમિયા એલિમિનેશન મિશન,એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં નોંધણી, શિષ્યવૃતિ યોજનાઓ, વન અધિકાર- વ્યક્તિગત અને સામુદાયિક જમીન, વન ધન વિકાસ કેન્દ્ર ( સ્વસહાય જૂથોનું આયોજન) આવરી લેવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રાયોજના વહીવતદારશ્રી, આરોગ્ય અધિકારીશ્રી, આયોજન અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.