ગુજરાત રાજ્ય ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા એ ચરાડવા મહાકાળી આશ્રમ ની મુલાકાત લીધી - At This Time

ગુજરાત રાજ્ય ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા એ ચરાડવા મહાકાળી આશ્રમ ની મુલાકાત લીધી


આજરોજ સવારે ૧૦.૩૦ કલાકે ચરાડવા સ્થિત શ્રી મહાકાળી આશ્રમ ની ગુજરાત રાજ્ય ના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુરેશભાઈ મહેતા એ મુલાકાત લીધી હતી મહાકાળી આશ્રમ મહંત અને ૧૩૩ વર્ષ ની ઉંમર ધરાવતા વરિષ્ઠ સંત દયાનંદગિરીજી મહારાજ ના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સાથે લઘુ મહંત અમરગીરી મહારાજ દ્વારા સુરેશભાઈ મહેતા નું સાલ ઓઢાડી પુષ્પ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને સુરેશભાઈ આશ્રમ દ્વારા ગૌશાળા અને અબોલ જીવો ની જે સેવાકીય પ્રવૃતિ ચાલે છે તેની વિસ્તૃત માહિતી ગ્રહણ કરી હતી ગૌશાળા માં ૫૦ ઉપરાંત ગીર ગૌમાતા છે પરંતુ એક પણ રૂપિયા નું અર્થ ઉપાર્જન તેના દ્વારા કરવામાં આવતું નથી ગૌમાતા નું દૂધ શ્વાનો - બિલાડી ના સમૂહ ને અને ઘોડા સહિત ના અબોલ જીવો ને પીવડાવવા માં આવે છે આમ નિઃસ્વાર્થ ભાવે ચાલતી આ અબોલ જીવો ની સેવાકીય પ્રવૃતિ વિષે જાણી સુરેશભાઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને આશ્રમ માં શિવ મંદિર અને મહાકાળી માતાજી ના આશ્રીવાદ ગ્રહણ કર્યા હતા અને આ પવિત્ર યાત્રા ધામ ની મુલાકાત લઈ ખૂબ પ્રશ્નનતા વ્યક્ત કરી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image