કટારીયા ઓટોમોબાઈલ્સનો કર્મી ગ્રાહકોના રૂા.3.87 લાખ ચાંઉં કરી ગયો - At This Time

કટારીયા ઓટોમોબાઈલ્સનો કર્મી ગ્રાહકોના રૂા.3.87 લાખ ચાંઉં કરી ગયો


કટારીયા ચોકડી પાસે આવેલ કટારીયા ઓટો મોબાઈલ્સનો કર્મી ગ્રાહકોના બુકીંગ પેટેના રૂ.3.87 લાખ ચાંઉં કરી જઈ છેતરપીંડી આચરતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે વાવડી ગામ નજીક મહમદીબાગ સોસાયટીમાં રહેતાં અનવરભાઈ ફારૂકભાઈ મીનીવાડીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જય અશોક ડોડીયા (રહે. એડીબી હોટલની સામે, મોરબી રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ આઠેક વર્ષથી કાલાવડ રોડ પર આવેલ કટારીયા ઓટો મોબાઇલ્સ શો-રૂમમાં જનરલ મેનેજ2 તરીકે નોકરી કરે છે. તેઓ સેલ્સ અને અન્ય સ્ટાફના માણસોને ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરી કામે રાખવાનું તેમજ નવી કારના સ્ટોકનુ મેનેજમેન્ટ કરે છે.
શો રૂમમાં જય ડોડીયા છેલ્લા આઠેક મહિનાથી સેલ્સ ટીમ લીડર તરીકે નોકરી કરતો હતો. તેને કંપનીની ગાડીઓનુ વેચાણ કરવાની કામગીરી કરવાની હોય છે તેમજ કસ્ટમરો લાવી તેઓને ગાડીઓ વિશે સમજાવીને બુકીંગથી લઈને ડીલવરી સુધીની તમામ પ્રોસેસ કરવાની હોય છે. શોરૂમ ખાતે નવી કારના જે કસ્ટમરના પેન્ડીંગ બુકીંગ હતા તે કસ્ટમરની ગાડી શોરૂમના હાજર સ્ટોકમા આવી ગયેલ હતી.
ગઈ તા.06 ના શોરૂમમા અટીંગા સીએનજી કારના કસ્ટમર દર્શનભાઇ દિલીપભાઈ જોગડીયા (રહે. વડવાજડી, કાલાવડ રોડ) ને ફોન કરતા જણાવેલ કે, હું ગત તા. 18/03/2025 ના તમારી કંપનીના શોરૂમ ઉપર નવી ગાડી ખરીદ કરવા આવેલ અને તમારી કંપનીના એમ્પલોય જય ડોડીયાને મળેલ અને તેને ગાડીના બુકિંગ પેટેના રૂ.45 હજાર રોકડા આપેલ હતા તેમજ શો-રૂમના કેશીયર શોરૂમ પરથી જતા રહેલ હોય જેથી બુકિંગ પેટેના રૂપીયાની પાવતી બાબને બીજા દિવસે આપવાનું કહેલ હતું. ત્યારબાદ દર્શનભાઈ તા.25/03/2025 ના ફરીવાર શો-રૂમ પર આવેલ અને ગાડીના ડાઉન પેમેન્ટના રૂ.1.47 લાખ રોકડા જયને આપેલ હતાં. તે સમય બપોરનો હોય જેથી જયએ જણાવેલ કે, કેશીયર લંચ માટે ગયેલ છે જેથી રૂ.1,47,000/- પાવતી હું તમને વોટસ એપ કરી આપીશ.
તેમજ અન્ય ગ્રાહક રાહુલભાઈ બાલુભાઇ ભેસાણીયા (રહે. કોઠારીયા આદર્શ શિવાલય-2) એ પણ રૂ. 50 હજાર ગાડીના બુકીંગ પેટે આપેલ અને જયએ રૂપીયાની પાવતી આપેલ હતી પરંતુ તા.29/03/2025 ના ફોન કરેલ કે, તમારી ગાડી કંપનીમાથી નિકળી ગયેલ છે, ત્રણ થી ચાર દિવસમા તમને તમારી ગાડીની ડીલીવરી મળે જશે તમારે ડાઉન પેમેન્ટ પેટે રૂ.1.49 લાખ ભરવાના બાકી છે, તે ભરપાઈ કરી આપો, હુ તમારી પાસે પેમેન્ટ કલેકટ કરવા માટે આવુ છુ, જેથી રાહુલભાઇએ જયને પોતાના સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ કારખાના પર બોલાવેલ પરંતુ થોડીવાર બાદ જય કારખાનાથી થોડે દુર સોમનાથ વે-બ્રીજ ખાતે આવેલ અને મારે મોડુ થાય છે તમે મને પેમેન્ટ આપો તેમ કહીને રાહુલભાઈ પાસેથી રૂ.1.49 લાખ રોકડા લીધેલ હતાં.
તેમજ ગ્રાહક ચેતનભાઈ ધીરૂભાઇ વોરાને બ્રેઝા ગાડી ખરીદ કરવાની હોય જેથી જય ડોડીયને બુકીંગ પેટેના રૂ.51 હજાર રોકડા આપેલ હતા. જેમાંથી તેને રૂ.5 હજાર શો રૂમમાં જમા કરાવી બાકીના રૂ.46 હજાર પોતાની પાસે રાખેલ હતા. જેથી જયએ ગ્રાહકો પાસેથી બુકીંગ પેટે લીધેલ રૂ. રૂ.3.87 લાખ પોતાના અંગત ઉપયોગમા વાપરી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image