દિવાળી ના તહેવારમાં જય હિન્દ સેવા સમિતી દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે છેલ્લાં ૯ વર્ષ થી નિસ્વાર્થ ભાવે અન્નપૂર્ણા સેવા યજ્ઞ. - At This Time

દિવાળી ના તહેવારમાં જય હિન્દ સેવા સમિતી દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે છેલ્લાં ૯ વર્ષ થી નિસ્વાર્થ ભાવે અન્નપૂર્ણા સેવા યજ્ઞ.


અમદાવાદ ના મણીનગર વિસ્તારમાં છેલ્લા ૧૧ વર્ષો થી હંમેશા સામાન્ય માણસ કે જરૂરિયાતમંદ પરિવારો સાથે અને ઘાયલ પક્ષીઓ માટે હંમેશા ખડે પગે નીશ્વાર્થ અને સેવા ભાવે ઊભા રહેતું એક એવું ગ્રુપ જેનું નામ સાંભળી કે ઉચ્ચારણ કરતાં દેશ પ્રેમ અને રાષ્ટ્રીય ભક્તિ પણ વધે એ છે મણીનગર નું જય હિંદ સેવા સમિતી ની ટીમ.

મણીનગર ના આ જય હિંદ સેવા સમિતિ ની અનેક સેવાકીય સિદ્ધિઓ છે જેમાં રક્તદાન કેમ્પ ( કુલ ૬૮ કેમ્પ અને થેલેસેમિયા પીડિત બાળકો માટે લગભગ ૪૦૦ જેટલા રક્ત ઘટક), નિશુલ્ક દિવાળી માં ( આશરે ૨૦ થી ૨૫ કિલો ની રાસન સાથે મીઠાઈ કીટ) અન્નપુર્ણા યજ્ઞ, ૧૧ વર્ષ થી દર વર્ષે ભણતાં બાળકો માટે રાહત દરે ચોપડા નું વેચાણ, આખું વર્ષ ઘાયલ પક્ષીઓ ના જીવ બચવાવ માટે કેમ્પ, નિશુલ્ક મેડિકલ કેમ્પ, કોરોના સમયે ૩૫૦૦ કરિયાણા કીટ, પોતાનું સવાર અને સાંજે સરેરાશ ૪૦૦ વ્યક્તિઓ માટે અવનવી વાનગીઓ બનાવતું રસોડું ઉપરાંત રોટી બેંક ચાલુ કરી રોજ ૧ લાખ રોટલી ભાખરી ની બીજી સ્વયં સેવી સંસ્થાઓ સુધી પહોચાડવા નું જેવી અનેક સેવાઓ માટે આયોજન બદ્ધ જય હિંદ સેવા સમિતી ની ટીમ સેવા આપતી આવી છે.

છેલ્લાં ૯ વર્ષ થી સતત આ સંસ્થા નવરાત્રિ થી ધનતેરસ સુંધી રોજ જરૂરિયાત પરિવારો ની શોધ કરી, તેમના ડેટા અને માહિતી એકત્રિત કરી ખરાઈ કરી જય હિંદ ટીમના ફાઉન્ડર અને કાર્યકરો આ નોંધ થયેલ પરિવારો ને દિવાળી ના તહેવાોમાં નિશુલ્ક આશરે ૨૦ થી ૨૫ કિલો ની રાસન કીટ સાથે મીઠાઈ અર્પિત કરી ધન્યતા અનુભવે છે અને આવા પરિવારો ને દિવાળી કરાવે છે,

આ વર્ષે ૨૦૨૨ ની દિવાળી માં જય હિંદ સેવા સમિતિ નો આ અન્નપૂર્ણા સેવા યજ્ઞ રાસન કીટ અને મીઠાઈ વિતરણ નું આયોજન મણીનગર પોલીસ સ્ટેશન ના પ્રાંગણમાં જ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઝોન ૬ ના ACP શ્રી જાડેજા સાહેબ અને મણીનગર પોલીસ મણીનગર પોલીસ સ્ટેશન ના પ્રથમ P.I શ્રી ઉનડકટ સાહેબ ના વરદ હસ્તે જરૂરિયાતમંદ પરિવારો માટે અન્નપૂર્ણા સેવા યજ્ઞ માં રાસન કીટ વિતરણનો શુભઆરંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે ઝોન ૬ ના ACP સાહેબ અને P.I ઉનડકટ દ્વારા આ જય હિંદ ટીમ ની સેવા ને ખુશી સાથે પોતાના શબ્દો માં બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.