ઊંઝાના ઉનાવા ખાતે રોડની સાઈડમાં જેસીબી દ્વવારા કામકાજ ચાલી રહ્યું હતું એ દરમ્યાન જમીનમાં નાખેલ સાબરમતી ગેસ પાઇપ તૂટી જતા પાઇપ લીકેજ થતા આગ લાગી જવા પામી હતી.તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરતા આગ બુજાવવામાં આવી હતી - At This Time

ઊંઝાના ઉનાવા ખાતે રોડની સાઈડમાં જેસીબી દ્વવારા કામકાજ ચાલી રહ્યું હતું એ દરમ્યાન જમીનમાં નાખેલ સાબરમતી ગેસ પાઇપ તૂટી જતા પાઇપ લીકેજ થતા આગ લાગી જવા પામી હતી.તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરતા આગ બુજાવવામાં આવી હતી


ઊંઝાના ઉનાવા ખાતે રોડની સાઈડો જેસીબી દ્વવારા કામ ચાલી રહ્યું હતું.જેમાં જમીનમાં નાખેલ સાબરમતી ગેસ પાઇપ તૂટી જતા પાઇપ લીકેજ થતા આગ લાગી જવા પામી હતી.આશરે પોણા અગિયાર વાગે પાઇપ લેકેજ થતા બપોરે જમવા સમયે જ બંધ થતા ઉનાવા ગામમાં જે ઘરોમાં ગેસ લાઈન લીધી હતી એ લોકોના ઘરોમાં રાંધવાનું પણ મુશ્કેલ બન્યું હતું.
વધુમાં ઉનાવા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જેસીબી મશીન દ્વવારા કામકાજ કરાવવામાં આવી રહ્યું હતું એ અરસામાં જેસીબી દ્વવારા જમીનમાં બકેટ મારતા જમીન નીચે નાખવામાં આવેલ સાબરમતી ગેસ પાઇપ લાઈન તૂટી ગઈ હતી.અને ગેસ લીકેજ થઇ ગયો હતો જેમાં ગેસ લીકેજ થતા જવાળા ફાટી નીકળી હતી અને આગ લાગી જવા પામી હતી.જેમાં લોકો આજુબાજુથી ભેગા થઇ ગયા હતા.આગ એટલી ભયાનક હતી કે જેની જવાળા આશરે પંદર ફૂટ જેટલી ઊંચી ઉઠી હતી અને આજુબાજુ રહેતા લોકોમાં પણ ડર ફેલાઈ ગયો હતો.અને અફરાતફરી થઇ ગઈ હતી.
ઊંઝા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા થોડી ક જ ક્ષણોમાં પહોંચી જતા તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવ્યો હતો.અને સાબરમતી હેડ ઓફિસ જાણ કરતા ગેસ બંધ કરવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.ત્યારબાદ સાબરમતી ઈમરજન્સી વાન આવી પહોંચી હતી અને જે ગેસની પાઇપ તૂટી ગઈ હતી એ પાઇપને જોઈન્ટ કરીને લાઈન ચાલુ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઉનાવા ગામમાં રોડની સાઈડમાં જે જેસીબી દ્વવારા કામકાજ ચાલતું હતું એ ઉનાવા ગ્રામપંચાયત દ્વવારા કરાવવામાં આવી રહ્યું હતું કે પછી કોઈ અન્ય કામકાજ હેતુ જેસીબી કામ કરી રહ્યું હતું એ હજુ બહાર આવ્યું નથી.સાબરમતી ગેસ એજન્સીને જાણ કરવામાં આવેલી હતી કે નહીં એનો પણ કોઈ જવાબ મળ્યો નહતો જેના કારણે કલાકો સુધી ગેસ બંધ રહ્યો હતો.અને કોઈ મોટી જાનહાની થઇ હોત અથવા આગ ઉપર ઝડપી કાબુ મેળવી શક્યા ન હોત તો મોટી દુર્ઘટના બની ગઈ હોત તો આવી અવારનવાર ગણી જગ્યાએ સેફટી વગર કામકાજ ચાલી રહ્યા હોય છે.જેના કારણે આગ ફાટવાથી દુર્ઘટનાઓ ઘટે છે.આવી બેદરકારીને લઈને જવાબદાર કોણ હોઈ શકે એ સવાલો ઉભા થયા છે.અને ત્યા નજીકમાં જ જી ઇ બી ના કર્મચારીઓ પણ ઇલેક્ટ્રિક લાઈનનુ કામકાજ કરી રહ્યા હતા.
આ બાબતે સ્થાનિક લોકોને તેમજ સાબરમતી ગેસ એજન્સીના જે તાત્કાલિક સ્થળ ઉપર હાજર હતા.તેમજ ઉનાવા સરપંચને જાણ કરતા તમામ લોકોએ જવાબ આપવાની ના પાડી હતી અને આ તમામ લોકો આ બાબતે અજાણ્યા બન્યા હતા.


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.