શાંતિ અને ન્યાય અભિયાન નો કાર્યક્રમ રવિન્દ્રનાથ ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે યોજાયો
શાંતિ અને ન્યાય અભિયાન નો કાર્યક્રમ રવિન્દ્રનાથ ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે યોજાયો
આપણો ભારત દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી,વૈવિધ્યસભર સંસ્કૃતિ,સંસારના બધા જ ધર્મો અને સંપ્રદાયનું સુંદર સમન્વય,વર્ષોના માનવીય ભાઈચારાનો ઈતિહાસ, વિવિધતામાં એક્તા ભારતીય બંધારણનો મુખ્ય આધાર અને આત્મા, સૌને સમાન તક,શાંતિ,સલામતિ, સૌહાર્દ,બંધુત્વ,આસ્થા - વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સામાજીક અને આર્થિક ન્યાય,‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા,’ ને સાર્થક ઠેરવે છે આપણો દેશ આજે સંગીન પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, રાજકીય અરાજક્તા,સાંપ્રદાયિક વૈમનષ્ય હિંસા,અસહિષ્ણુતા,પરસ્પર અવિશ્વાસ ગેરસમજો સામાજિક માળખું છીન્ન-ભીન્ન,ભેદભાવ,પક્ષપાત ધૃણાયુક્ત અને વિષાક્ત વાતાવરણ દેશને કલંકિત કરી રહ્યું છે“શાંતિ અને ન્યાય”અભિયાન દ્વારા ન્યાય શાંતિ, સમાનતા,સૌહાર્દ,સહિષ્ણુતા અને માનવતાની સ્થાપના માટે દેશના ન્યાય - શાંતિપ્રિય ધાર્મિક સામાજિક સંવિધાનમાં વિશ્વાસ ધરાવતા પ્રબુદ્ધ દેશવાસીઓને આહ્વાન કરે છે,આવો આપણે સહુ સંગઠિત અને સક્રિય થઈને શાંતિ,સલામતિ,સમૃધ્ધ ન્યાયપ્રિય ભારત રાષ્ટ્રનું નિર્માણ કરીએ ઐતિહાસિક શહેર અહમદાબાદની પવિત્ર ધરતી ઉપર રાષ્ટ્રીય અને સ્થાનિક ધાર્મિક સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહીને શ્રોતાઓનું માર્ગદર્શન આપશે. મુખ્ય વક્તાઓ માનનીય મૌલાના મહમુદ મદની(પ્રમુખ,જમીયતે ઉલેમાએ હિંદ માનનીય મૌલાના અસગર ઈમામ સલકી(પ્રમુખ જમીયતે એહવે હીસા માનનીય માર્ટિન મેકવાન ( સ્થાપકઃ નવસર્જન ટ્રસ્ટ ) માનનીય કુમાર પ્રશાંત(વરિષ્ઠ ગાંધીજન) સમારંભના અધ્યક્ષઃ માનનીય સૈયદ સઆદતુલ્લાહ હુસૈની ( પ્રમુખ , જમાઅતે ઇસ્લામી હિંદ ) નિમંત્રક માનનીય અશોક ચૌધરી ( મહાસચીવ , આદિવાસી એકતા પરિષદ ) માનનીય સુદર્શન ચગર ( પૂર્વ કુલપતી , ગુજરાત વિધાપીઠ ) માનનીય પ્રોફેસર અપૂર્વાનંદ(દિલ્હી યુનિવર્સીટી ) કન્વીનરઃ ઇકબાલ અહમદ મિરઝા જમાઅતે ઈસ્લામે એ હિન્દ ગુજરાત,ઓલ ઇન્ડિયા મીલ્લી કાઉન્સિલ ગુજરાત,જમીયતે ઉલેમાએ હિંદ ગુજરાત, જમીયતે એહલે હદીસ ગુજરાત ઉપસ્થિત રહી કાર્યક્રમ નેં સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.