ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માં સિંધી સમાજ દ્વારા ચાલયા સાહેબ મહોત્સવ ની ભવ્ય ઉજવણી - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માં સિંધી સમાજ દ્વારા ચાલયા સાહેબ મહોત્સવ ની ભવ્ય ઉજવણી


કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી..

સિંધી સમાજ ના ઇષ્ટ દેવ શ્રી જુલેલાલ ના ચાલીયા સાહેબ મહોત્સવની પર્ણાહોતી નિમિતે કોડીનાર સિંધી સમાજ દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિર માં સત્સંગ, આરતી, આખો (ઇષ્ટ દેવની સ્તુતિ) અને છેજ (સિંધી ડાંડિયા) વગેરે નું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત આજ રોજ સતત ચાલીશ દિવસ સુધી ઉપવાસ કે એકટાણા કરી અને ઘરે રાખેલ મટકી સામે રોજ ઇષ્ટ દેવની સ્તુતિ કરી અને તેમાં હળદર વાળા ચોખા નાખી ઇષ્ટ દેવને પોતાની મનોકમનાઓ કહી હતી, તે મટકીઓ સર્વે ભક્તો એ આજ રોજ મંદિર માં લાવી અને સાથે મળી સ્તુતિ કરી હતી કે દરેક ભક્તોની સર્વે મનોકમનાઓ પુર્ણ થાય અને ઇષ્ટ દેવના આશિર્વાદ સદા સર્વે સિંધી સમાજ તેમજ દેશ પર બન્યા રહે અને સર્વે વિઘ્નો દૂર થાય તેમજ દેશ અને સમાજ સુરક્ષિત અને ખુશાલ રહે.

સાંજે સર્વે મટકી ઓ મંદિર થી વાજતે ગાજતે મૂળદ્વારકા લઈ અને ત્યાં સર્વે સિંધી પરિવારો વાધવાણી, ધાનાણી, કક્કડ, રામચંદાણી, મનવાણી, ગીગલાણી, ટેવાણી, રામવાણી, બીજાણી, ગોપલાણી, જુમાણી, લાલવાણી દ્વારા આ મટકીઓ દરિયા માં પધરાવી અને સતત ચાલીશ દિવસ સુધી ચાલેલા ચાલીયા સાહેબ મહાઉત્સવની પૂર્ણાહોતી કરી હતી. આ સમગ્ર ઉત્સવને ભવ્ય બનાવવામાં શ્રી જુલેલાલ મંદિર સમિતિ ના અધ્યક્ષ શ્રી લાલુભાઈ રામચંદાણીનો સિંહ ફાળો રહિયા હતો અને સાથે સાથે સર્વે યુવાઓ અને મહિલા મંડળએ આ કાર્યમાં ચાર-ચાંદ લગાવ્યા હતા.

રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.