લોકોના મોજ-મસ્તીમાં ધૂબાકા, માનવ મહેરામણ ઉમટ્યું, અવનવી રાઈડ્સનો આનંદ માણતા રાજકોટીયન્સ
વિતેલા બે વર્ષ દરમિયાન કોરોનાકાળને અનુલક્ષીને યોજાઈ નહીં શકેલો રાજકોટનો પ્રસિધ્ધ જન્માષ્ટમી લોકમેળો શરૂ થઈ ગયો છે. આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એ સાથે જ સતત પાંચ દિવસ સુધી રેસકોર્સ મેદાન મોજ- મસ્તી અને હલ્લા- ગુલ્લાનો મેળો મૂકામ બની રહેશે. રાજ્યભરમાં પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન 10-12 લાખ લોકો ઉમટી પડશે તેવું વહીવટી તંત્રનું અનુમાન છે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો ધંધાર્થીઓને આ મેળો વર્ષભરની કમાણી કરાવી જશે એમ પણ મનાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.