મોટી બહેન સાસરે જતાં નાની બહેને ગળેફાંસો ખાધો,રેસકોર્સ રિંગ રોડ પ૨ પર ટ્રકે એક્ટિવને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત

મોટી બહેન સાસરે જતાં નાની બહેને ગળેફાંસો ખાધો,રેસકોર્સ રિંગ રોડ પ૨ પર ટ્રકે એક્ટિવને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત


રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં ઓમકા૨ એપાર્ટમેન્ટમાં ૨હેતી સગીરાએ આજે સવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બાદ તરૂણીના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સગીરાની માતાનું 12 વર્ષ પહેલા અવસાન થયુ હતું ત્યા૨બાદ બંને બહેનો સાથે ૨હેતી હતી. પિતા ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. મોટી બહેન કાવ્યાના 12 દિવસ પહેલા મો૨બી લગ્ન થતા તે સાસરે જતી ૨હી હતી. મોટી બહેન સાસરે જતાં તે એકલી પડી જતા લાગી આવતા આજે સવારે પિતા ચ૨ડવા આશ્રમ દર્શન ક૨વા ગયા હતા ત્યારે પોતાના ઘરે આ પગલુ ભરી લીધુ હતું. પિતા જયારે ઘરે આવ્યા ત્યારે બા૨ણું ખખડાવ્યુ હતું જો કે બા૨ણું ન ખોલતા દ૨વાજાની ચાવી લઈ બા૨ણું ખોલતા અંદ૨ વ્હાલી દીકરી અંદ૨ લટક્તી હાલતમાં જોવા મળી હતી. સગીરાના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »