ધંધુકા તાલુકાના વાસણા ગામે ડૉ. આંબેડકર જયંતિ નિમિત્તે દંત અને સ્ત્રી રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરાયું
ધંધુકા તાલુકાના વાસણા ગામે ડૉ. આંબેડકર જયંતિ નિમિત્તે દંત અને સ્ત્રી રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરાયું
"ડૉ. આંબેડકર જયંતિ નિમિત્તે આયોજિત દંત અને સ્ત્રી રોગ નિદાન કેમ્પનો પ્રારંભ દિવ્ય દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો"
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાસણા ગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સેવા ભારતી ગુજરાત તથા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ, સુરેન્દ્રનગરના સહયોગથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનોને દાંત તથા સ્ત્રી રોગ જેવી તકલીફોની નિદાન તથા સારવાર આપવામાં આવી હતી.
આ આરોગ્ય કેમ્પમાં ગામના મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન જરૂરી દવાઓનો પણ વિતરણ કરવામાં આવ્યો, જેથી લોકોને યોગ્ય સારવાર મળી શકે.
આ યજ્ઞને સફળ બનાવવા માટે આસ્થા ક્લિનિકના દંત નિષ્ણાત ડૉ. રોમાન્સ વ્યાસ અને સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. નિસર્ગ ગાંધી તેમના સંપૂર્ણ ટીમ સાથે સંજયભાઈ કણઝરીયા હાજર રહ્યા હતા. તેમજ ગામના આગેવાનો શ્રી મહેશભાઈ પરમાર, શ્રી વિનુભાઈ પરમાર તથા તાલુકા સેવા ટોળીનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.
આવા આરોગ્યલક્ષી કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ તેમજ ઉપચારની સુવિધાઓ સુધી પહોંચ વધે છે, જે સમાજના સર્વાંગી વિકાસ માટે અગત્યનું પગરણ છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
