વાગરા: 260 લીટર દેશી દારૂ ભરેલ ઇકો ઝડપાઇ, 4,52,000 ના મુદ્દામાલ સાથે 2 બુટલેગર ઝબ્બે, 1 વોન્ટેડ
વાગરા સારણ માર્ગ પરથી દેશી દારૂના જથ્થા સાથે પોલીસે વાંસી ગામના બે સપ્લાયરોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર ચાવજ ગામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતી મળી હતી, કે વાગરાથી સારણ રોડ પર દારૂ ભરેલ એક ઇકો કાર ઉભેલી છે. જેથી વાગરા પોલીસ તાત્કાલિક માહિતી વાળી જગ્યાએ જઈ જોતા ત્યાં એક સફેદ કલરની GJ-16-DP-0681 ઉભેલી હતી. જેમાં બે માણસો બેઠેલા હતા. પંચો રૂબરૂ તેમનું નામ પૂછતાં ધર્મેશ મનુભાઈ વસાવા તેમજ અરવિંદ રતિલાલ વસાવા, બંને રહે, વાંસી હોવાનું જણાવ્યું હતું. બંનેને સાથે રાખી ઇકોમાં તપાસ કરતા પાછળના ભાગે 25 લિટરના 10 પ્લાસ્ટિકના કારબા તેમજ એક પ્લાસ્ટિકની થેલીમાં 10 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 260 લીટર 52,000 કિંમતનો દારૂનો જથ્થો તેમજ 4 લાખની ઇકો મળી કુલ 4 લાખ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલો દારૂનો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો. તે અંગે પોલીસે ઝડપાયેલા બંને ઈસમોની યુક્તિ પ્રાયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું, કે આ દારૂનો જથ્થો ચાવજ ગામના સંતોષ જીવણભાઈ વસાવાએ ભરી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી ત્રણેય ઈસમો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.