બોટાદ જિલ્લાના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ના આ મનો દિવ્યાંગ બાળકો પોતાના હાથે બનાવી રહ્યા છે અવનવા દિવડાઓ, તોરણ સહિતની સુશોભનની વસ્તુઓ - At This Time

બોટાદ જિલ્લાના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ના આ મનો દિવ્યાંગ બાળકો પોતાના હાથે બનાવી રહ્યા છે અવનવા દિવડાઓ, તોરણ સહિતની સુશોભનની વસ્તુઓ


(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ જિલ્લાના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકોની. હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દરેક લોકો દિવાળીની તૈયારીમાં વ્યસ્ત હશે. ઘરને સુશોભિત કરવામાં અને આંગણા શણગારવા માટે લોકો અવનવી સુશોભનની વસ્તુઓ ખરીદતા હશે. ત્યારે બોટાદ જિલ્લાના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો પોતાના હાથે દિવડા, કોડીયા, તોરણ, દિવાલ સુશોભિત કરવા માટેના લટકણ સહિતની ખૂબ જ સુંદર વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. ચહેરા પર સતત છલકાતુ હાસ્ય અનુભુતિ કરાવે છે દિવ્યતાની, નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહ વ્યક્તિત્વની. આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ પણ સતત બાળકોની અવનવી પ્રવૃત્તિઓમાં પરોવીને તેમની પ્રતિભાને બહાર લાવવા પ્રયત્નશીલ છે. દરેક ક્ષેત્રમાં આ બાળકો પોતાનનું યોગદાન આપી શકે તે માટે તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે. તહેવારો પ્રમાણે બાળકોને અલગ અલગ વસ્તુઓ બનાવવાનું માર્ગદર્શન આપી ઉજ્જવળ ભવિષ્યની અલગ જ રાહ ચીંધવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.