ચક્રફેંકમાં રાજકોટની વિદ્યાર્થિનીએ 40.42 મીટરનો રેકોર્ડ સર્જ્યો - At This Time

ચક્રફેંકમાં રાજકોટની વિદ્યાર્થિનીએ 40.42 મીટરનો રેકોર્ડ સર્જ્યો


રમતોત્સવનું સમાપન- વિજેતાઓને ઇનામ અપાયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલા બે દિવસીય ખેલકૂદ રમતોત્સવનું શનિવારે સમાપન થયું હતું. રમતોત્સવના પહેલા દિવસે રાજકોટની વિદ્યાર્થિનીએ ગોળાફેંક સ્પર્ધામાં 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

ગોળાફેંકમાં બહેનોનો જૂનો રેકોર્ડ 09.49 મી. મકવાણા કીર્તિબેનના નામે હતો જે 30 વર્ષ બાદ તોડી જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજની વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ નવો રેકોર્ડ 10.08 મી. સ્થાપિત કર્યો છે. બીજા દિવસે પણ આ વિદ્યાર્થિની પાદરિયા ખુશીએ ચક્રફેંક સ્પર્ધામાં 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.