આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલ, એસ.ટી.ડેપો, ગ્રામ પંચાયત, આંગણવાડીમાં ORSના પેકેટ વિતરણ કરાયા
આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલ, એસ.ટી.ડેપો, ગ્રામ પંચાયત, આંગણવાડીમાં ORSના પેકેટ વિતરણ કરાયા
-------------------
હિટવેવની આગાહીને અનુલક્ષી આરોગ્ય વિભાગની સરાહનિય કામગીરી
-------------------
ગીર સોમનાથ તા.૯: ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હિટવેવની આગાહીને અનુલક્ષીને આજે જિલ્લાની વિવિધ સ્કૂલ, એસ.ટી. ડેપો, આંગણવાડી સહિતમાં ORSના પેકેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવને ધ્યાને લઈને જિલ્લાની વિવિધ સ્કૂલો, આંગણવાડી, ગ્રામ પંચાયત, એસ.ટી.ડેપો સહિતના સ્થળોએ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે કેવી રીતે બનાવવું તે અંગે સમજણ આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
