સાબરકાંઠા જિલ્લામાં તા. ૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે - At This Time

સાબરકાંઠા જિલ્લામાં તા. ૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે


સાબરકાંઠા જિલ્લામાં તા. ૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે
૦૦૦૦૦૦
જિલ્લા પંચાયતની ૩૬ સીટ પર ૭૨ ગામોમાં અને જિલ્લાની ૬ નગરપાલીકાઓમાં આ રથ યાત્રા યોજાશે.
૦૦૦૦૦૦૦૦
છેલ્લા બે દાયકા દરમિયાન થયેલા વિકાસને જન-જન સુધી પહોચાડાશે
લાભાર્થીઓને યોજનાના લાભોનુ વિતરણ થશે
૦૦૦૦૦૦
     સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાના આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
    સમગ્ર ગુજરાતની સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ  દરમિયાન સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે યોજાનાર આ યાત્રા દરમિયાન વિકાસ કામોનુ લોકાર્પણ-ખાત મુહુર્ત કરાશે. યાત્રાના પ્રથમ દિવસે જિલ્લાકક્ષાના બે મોટો કાર્યક્ર્મ યોજાશે. જિલ્લામાં બે રથ આવશે અને તેના નિર્ધારીત રૂટ પ્રમાણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે.

    આ વિકાસ યાત્રા દરમિયાન ૧૪ જેટલા વિવિધ વિભાગોના સહયોગથી જિલ્લામાં છેલ્લા બે દાયકા દરમિયાન થયેલ વિકાસને જન-જન સુધી પહોચાડવામાં આવશે. તેમજ પ્રજા હિતકારી યોજનાના લાભોનુ લાભાર્થીઓનો વિતરણ કરાશે. શહેરી વિસ્તાર ઉપરાંત જિલ્લા પંચાયતની ૩૬ સીટ પર ૭૨ ગામોમાં અને જિલ્લાની ૬ નગરપાલીકાઓમાં આ રથ યાત્રા યોજાશે.

     આ બેઠકમાં જિલ્લાકક્ષાએ થી ૮ નોડલ અધિકારીઓ ની નિમણુંક તથા તાલુકાકક્ષાએ ટી.ડી.ઓની લાયઝન અધિકારી તરીકે નિમણૂક તાલુકા વાઇઝ નોડલ અધિકારીઓની નીમણુંક કરવા સાથે અધિકારીઓને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી. યાત્રાનો રૂટ નક્કિ કરવા સાથે  યાત્રા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

      આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ,  અધિક કલેકટર શ્રી એચ.આર.મોદી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.