બોટાદ જિલ્લાના વિશ્વ પ્રખ્યાત વિસામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ અને બોટાદ તાલુકાના કાનીયાડ ગામ સ્થિત ઝાંપડા દાદાના દર્શન કરી લોકસભાની ચૂંટણીના શ્રીગણેશ કર્યા:ઉમેશ મકવાણા
ગઠબંધન 15-ભાવનગર લોકસભા મારી બોટાદ અને ભાવનગર જિલ્લાની જનતા ચૂંટણી લડશે:ઉમેશ મકવાણા
ધારાસભ્ય બન્યા બાદ કરેલા મારાં મત વિસ્તારના કામના મુદ્દાનો હિસાબ આપી ચૂંટણી મેદાને ઉતર્યા છીએ:ઉમેશ મકવાણા હાલમાં જ ગુજરાત રાજ્યમાં ગઠબંધનમાં 15-ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે ઉમેશ મકવાણા દ્વારા વિશ્વ પ્રખ્યાત વિસામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ ખાતે આશીર્વાદ લીધા અને ત્યારબાદ બોટાદ તાલુકાના કાનીયાડ ગામ ખાતે ઝાંપડા દાદાના દર્શન કરી કાનીયાડ ગામે જનસભા સંબોધી હતી ત્યાર બાદ બોટાદ તાલુકાના તરઘરા સિકોતર માતાના આશીર્વાદ લઇ તરઘરા ગામ ખાતે જનસભા સંબોધી હતી અને બોટાદ તાલુકાના હડદડ ગામ ખાતે લોકોએ ઉત્સાહભેર ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઢોલ-નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉમેશ મકવાણાએ હડદડ ગામ ખાતે પણ સભાને સંબોધી હતી અને લોકોની સમસ્યાઓ જાણી અને તેના ઉકેલ માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું.
લોકસભા -2024 ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગઠબંધન 15-ભાવનગર લોકસભાના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને દરેક સભામાં લોકોનો ખુબ મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આવ્યા હતા અને ઉમેશ મકવાણાને જંગી બહુમતીથી ચૂંટણી જીતાડવા લોકોએ હુંકાર કર્યો હતો.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.