જિલ્લા વહીવટી તંત્ર તેમજ ઇન્ડીયન મેડીકલ એશોસિએશનના (IMA) સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ યોજાયો - At This Time

જિલ્લા વહીવટી તંત્ર તેમજ ઇન્ડીયન મેડીકલ એશોસિએશનના (IMA) સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ યોજાયો


જિલ્લા વહીવટી તંત્ર તેમજ ઇન્ડીયન મેડીકલ એશોસિએશનના (IMA) સંયુક્ત ઉપક્રમે “મેગા મેડિકલ કેમ્પ” યોજાયો

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

બોટાદની સરકારી હાઇસ્કૂલ ખાતેના “મેગા મેડિકલ કેમ્પમાં” ૭૯૭ જેટલાં દર્દીઓએ અલગ અલગ રોગના નિદાન અને સારવારનો લાભ લીધો

બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અવનવાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ઇન્ડીયન મેડીકલ એશોસિએશનના (IMA) સંયુક્ત ઉપક્રમે તા.૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ બોટાદની સરકારી હાઇસ્કૂલ ખાતે “મેગા મેડીકલ કેમ્પનું” આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેગા મેડીકલ કેમ્પમાં આંખનાંરોગના-૧૩૫,દાંતરોગના-૬૭,માનસિક રોગના-૧૬, સ્ત્રીરોગના-૮૬, અસ્થિરોગના-૯૨,બાળરોગના-૬૨,ફીઝીશીયનના-૧૪૭, જનરલ સર્જનના-૭૨,યુરોલોજીસ્ટના-૨૩, આયુર્વેદિક અને હોમિયોપેથીકના–૯૭ સહિત કુલ-૭૯૭ જેટલાં દર્દીઓએ અલગ અલગ રોગના નિદાન અને સારવારનો લાભ લીધો હતો. આ ઉપરાંત ૫૨ (બાવન) દરદીઓનું લેબોરેટરી નિદાન કરવામાં આવેલ જેમાં ૮૭ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં

આંખ રોગના નિષ્ણાત ડૉ.મંથન ત્રિવેદી, દાંત રોગના નિષ્ણાત ડૉ.પ્રવિણ પરમાર, માનસિક રોગના નિષ્ણાત ડૉ.અલ્પા મહેતા, યુરોલોજીસ્ટ ડૉ.જયસુખ કળથીયા, સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હિના ગોહિલ, ડૉ.નિતીન મકવાણા અને ડૉ.વર્ષા બારૈયા, ઓર્થોપેડીક ડૉ.ધવલ પટેલ, બાળ રોગ નિષ્ણાત ડૉ. મનીષ લકુમ અને ડૉ.અતુલ હરણીયા, ફિઝીશીયન ડૉ.ભાવેશ પટેલ, જનરલ સર્જન ડૉ.રવિરાજ ભારાઇ અને ડૉ.એ.આર.કાથડ, આયુષ તબીબ ડૉ. રાજેશ મેર અને હોમિયોપેથીક તબીબ ડૉ. મેસ્ફા મીનાપરા સહિતના વિવિધ રોગના નિદાન અને સારવાર માટે જુદા જુદા રોગના નિષ્ણાતોએ સેવા પુરી પાડી હતી. તેમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.