બોટાદ લેઉવા પટેલ યંગ ગ્રુપ આયોજિત ૧૦ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો
બોટાદ લેઉવા પટેલ યંગ ગ્રુપ આયોજિત ૧૦ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો
બોટાદ લેઉવા પટેલ યંગ ગ્રુપ આયોજીત ૧૦ મો સમૂહ લગ્ન સમારોહ , તાજપર રોડ બોટાદ ખાતે તા.૨૮/૧/૨૪ ,રવિવારે ભવ્યાતિભવ્ય રીતે યોજાયો.
આ સમૂહ લગ્ન સમારોહ ના દાતા વેલજી ભાઈ શેટા તથા દેવરાજ ભાઈ શેટા પરિવાર ના સંપૂણ સૌજન્યથી કરવામાં આવેલ.
સમાંહરોહ ના અધ્યક્ષ તરીકે મોહન ભાઈ ભીમભાઇ શેટા ઉદ્દઘાટક તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી અને ઓધવજી ભાઈ નાવડા તથા મુખ્ય મહેમાન પદે નાગજીભાઈ શીંગાળા , જસમતભાઈ ઢાઢવદર , કે.ડી.શેટા , રવજી ભાઈ મોણપરા તથા જિલ્લા ના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલ.
કાર્યકમ નો શુભારંભ પ્રાર્થના બાદ મહેમાનો ના વરદ હસ્તે દીપ પ્રગટન થી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન ડો.ટી.ડી.માણિયા એ કરેલ.
લગ્ન સમારોહ ના દાતાશ્રીઓ તથા મહેમાનો ને હારતોરા મોમેન્ટો અને શાલ ઓઢાડી અભિવાદન કરેલ.
દાતાશ્રી વેલજી ભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન માં સમાજ ની એકતા પર ભાર મુકેલ.જ્યારે મથુરભાઈ સવાણી એ લગ્ન તથા અન્ય પ્રસંગે ઉજવાતા ખોટાં ખર્ચ બંધ કરી કુરિવાજો દૂર કરવા અનુરોધ કરેલ.
આ સમૂહલગ્ન માં ૨૬ નવ દપતિઓ એ પ્રભુતામાં પગલાં પાડી નૂતન જીવનપથ તરફ પ્રયાણ કરેલ. દરેક ૨૬ કન્યા ને ૫૧ ઘર વખરી ની વસ્તુઓ આપવામાં આવેલ.
આ પ્રસંગે બોટાદ લેઉવા પટેલ ટ્રસ્ટી મંડળ ,બોટાદ જીલ્લા પોલીસ વડા બળોલીયા સાહેબ , અધિકારીઓ , જીલ્લા ના આગેવાનો , ભાઈ બહેનો મોટી સંખ્યા માં હાજર રહેલ.
કાર્યકમ નું સંચાલન અંકિત ભાઈ વાઘાણી એ તથા આભાર વિધિ જીતુભાઇ કળથીયા એ કરેલ.
સમૂહલગ્ન ના સુંદર આયોજન માટે બોટાદ લેઉવા પટેલ યંગ ગ્રુપ ના તમામ કાર્યકરો એ જહેમત ઉઠાવી આ સમારોહ સફળ બનાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.