ધરમપુર (ગીર) આહીર સમાજના નવ નિયુક્ત પ્રમુખ તરીકે સર્વસંમતિથી નિમણૂક - At This Time

ધરમપુર (ગીર) આહીર સમાજના નવ નિયુક્ત પ્રમુખ તરીકે સર્વસંમતિથી નિમણૂક


માળીયા હાટીના તાલુકાના ધરમપુર (ગીર) ગામે આહીર સમાજમાં નવા અધ્યક્ષ તરીકે શ્રી બાબુ બારડની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. તેમના અધ્યક્ષ પદે હોદ્દા ગ્રહણ કરતા જ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સગા-સંબંધીઓ તથા મિત્રમંડળ તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
શ્રી બાબુ બારડની નેતૃત્વ ક્ષમતા, સેવાભાવ અને સમાજ માટેના પ્રગતિશીલ દૃષ્ટિકોણને ધ્યાનમાં લઇ આ નિમણૂકને સમાજના વિવિધ વર્ગોમાં હર્ષ અને ગૌરવની લાગણી સાથે આવકારવામાં આવી છે. તેમના આગેવાની હેઠળ આહીર સમાજ વધુ પ્રગતિશીલ દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા માળીયા હાટીના

મો. 98255 18418

મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image