બોટાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ બીજા અને ત્રીજા વર્ષની ફળપાકની સહાય માટે તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમા અરજી કરવાની રહેશે
તા.૨૪ :- નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ બીજા અને ત્રીજા વર્ષની ફળપાક વાવેતર માટેની સહાય માટે તા.૩૦/૦૮/૨૦૨૨ સુધીમાં અરજી કરવાની રહેશે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી ફળપાક વાવેતર માટેની યોજનામાં બાગાયતી ખેડૂતોને સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. જે હેઠળ ખેડૂતોએ વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ મા સહાય લીધેલ હોય તેમણે બીજા અને ત્રીજા વર્ષ માટેની સહાય ચાલુ નાણાકીય વર્ષમાં લેવાની બાકી હોય તેમણે તારીખ ૩૦/૦૮/૨૦૨૨ સુધીમાં સમય મર્યાદાને ધ્યાને લઇ જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક સાધવા જિલ્લા બાગાયત અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.