મહિસાગર જિલ્લામાં અતિભારે વરસાદના પગલે પાક ધોવાણ અને નુકશાનનો સર્વે કરી વળતર આપવા બાલાસિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
મહિસાગર જિલ્લામાં અતિભારે વરસાદના પગલે પાક ધોવાણ અને નુકશાનનો સર્વે કરી વળતર આપવા બાલાસિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
બાલાસિનોર
બાલાસિનોર તાલુકાના સમગ્ર વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે, ઘણા પરિવારોના કાયા મકાનોની દિવાલો ધરાશાયી થઈ છે અને મકાનો જમીનદોસ્ત થતા બેઘર બન્યા છે, જે ઘણી જગ્યાએ અતિશય વરસાદથી પશુઓના મોત થયા છે તેમજ પશુપાલકો તેમજ ખેડુતોના મોંઘા ખાતર-બિયારણો નાખીને ઉગાડેલો ઉભો પાક ધોવાણ થવાથી નિષ્ફળતાના આરે હોય ત્યારે બાલાસિનોર તાલુકો પશુપાલન સાથે સંકળાયેલો હોય, જેથી માનવધન અને પશુધનને જીવવું દોહ્યલુ છે, ખેડુતો અને પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવે તેમ છે. આ ઉપરાંત બાલાસિનોર તથા ઠાસરા તાલુકાના તળાવો ભરવા માટેની સરકાશ્રીની યોજનાથી ખેડુતોના ઉભા પાકની અંદર પાઈપો નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યુ છે, જેથી તેમના ઉભા પાકને નુકશાન થયેલ છે, તો તેમના નિષ્ફળ ગયેલા પાકના પ્રમાણમાં તેઓને વળતર મળવું જોઈએ અને આ વિસ્તારમાં આવતા બાકી રહી ગયેલ તળાવોનો પણ ભરવા માટે સમાવેશ કરવા માટે ૧૨૧ બાલાસિનોર વિધાનસભાના માજી ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ તેમજ તાલુકાના કોંગ્રેસના તમામ હોદ્દેદારઓ અને કાર્યક્રર્તા મિત્રો જાહેર હિતમાં સહભાગી થઈ ખેડુતોની વેદનાને ઉજાગર કરી સરકારશ્રીના મુખ્યમંત્રી તેમજ કૃષિ વિભાગના મંત્રી સુધી અમારી રજુઆત પહોંચાડીએ અને મહીસાગર જીલ્લા વહીવટી વિભાગ દ્વારા સત્વરે સર્વે હાથ ધરાય અને ખેડુતોને વહેલી તકે યોગ્ય મકાન સહાય, પાક વળતર ચુકવવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર બાલાસિનોર ને આવેદન પત્ર આપ્યું
રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર મહિસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.