માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ થશે
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નવા આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અરવલ્લી જિલ્લામાં અન્ય મહત્ત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આ કાર્યક્રમ જિલ્લાના વિકાસમાં એક નોંધપાત્ર પગલું સાબિત થશે.નવું બસ સ્ટેશન મોડાસાના નાગરિકો અને આજુબાજુના વિસ્તારોના લોકો માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે, જેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, ડિજિટલ માહિતી પ્રણાલી, સ્વચ્છ પાણી, અને સુરક્ષા સુવિધાઓનો સમાવેશ થાય છે. આ બસ સ્ટેશનથી જિલ્લાની કનેક્ટિવિટીમાં સુધારો થશે અને પ્રવાસીઓને વધુ સુવિધાજનક અને આરામદાયક સેવાઓ મળશે.મુખ્યમંત્રીશ્રીના આગમનની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપભેર ચાલી રહી છે. પ્રાંત અધિકારીશ્રી મોડાસા અને મામલતદારશ્રી મોડાસા દ્વારા સ્થળ મુલાકાત કરવામા આવી હતી.મુખ્યમંત્રી શ્રી આ પ્રસંગે અરવલ્લી જિલ્લાની જનતાને સંબોધન કરશે અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતી આપશે. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રી દ્વારા અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરશે,આ પ્રોજેક્ટ્સથી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોના જીવનધોરણમાં સુધારો થશે.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
