ચુડા નાં મોજીદડ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતો નાં ખેતરમાં ઉભા પાકમાં જેસીબી દ્વારા નુકસાન - At This Time

ચુડા નાં મોજીદડ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતો નાં ખેતરમાં ઉભા પાકમાં જેસીબી દ્વારા નુકસાન


*સુરેન્દ્રનગરનાં મોજીદડ ખાતે ખેડૂતોનાં ઉભા પાકમાં જેટકો કંપની દ્વારા જેસીબી ફેરવી કામગીરી કરી દાદાગીરી કરી હોવાનો મામલો સામે આવ્યો.*

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનાં મોજીદડ ખાતે જેટકોની નવી લાઈન ઉભી કરવામાં આવી રહેલ છે.

જેમાં 400કેવી શાપર સબ સ્ટેશનથી પચ્છમ સબ સ્ટેશન સુધી જતી 400 કેવીની બેવડી વીજ લાઈનની આડેધડ કામગીરીથી ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ ગયા છે.

જેટકો કંપની દ્વારા મોજીદડ ગામ ખાતે ખેડૂતોનાં ઉભા કપાસનાં પાકમાં નંબર પ્લેટ વગરના જીસીબી દ્વારા કામગીરી કરતાં ખેડૂતોનો લાખો રૂપિયાનું નુકસાન થયું.

ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર તેમજ ખેડૂતોની મંજૂરી વિના ખેડૂતોના ઉભા પાકમાં જેટકો દ્વારા કામગીરી કરતાં ભારે નુકસાન થયું હતું.

ખેડૂતો પૂરતાં વળતરને પ્રશ્નને લઈને અડગ રહ્યાં હતા

ત્યારે ખેડૂતોની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.
પૂરું વળતર ન મળતાં ખેડૂતોએ લાઇનની કામગીરી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
ચાર વર્ષ અગાઉ ઊભી કરવામાં આવેલી લાઈનનું ચુકવણું આજ દિન સુધી કરવામાં આવ્યું નથી.

ઉભા પાકમાં થયેલ નુકસાનની ભરપાઈ કંપની કરશે કે કેમ તે મોટો પ્રશ્ન?

ઉભા પાકમાં જીસીબી ચલાવતાં ખેત મજૂરી કરતાં ખેડૂતો પર આભ ફાટ્યું.

પૂરુ વળતરના મળતા ખેડૂતો ઉભા પાક પર જીસીબી ચલાવતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો.

નંબર પ્લેટ વગરના જીસીબીથી કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં તર્ક વિતર્ક સર્જાયાં હતાં.
આ બાબતે એજ્યુકેટીવ એન્જિનિયર જેટકો લીંબડી પુરોહિત સાહેબ સાથે ખેડૂતોના પ્રશ્ને વાંચા આપવા પહોંચેલા પત્રકારો જોડે પોતાની સત્તાનો પાવર બતાવી ખેડૂતોના હિત માટે કશું કહેવાનો ઇનકાર કરતા ખેડૂતો રોષે ભરાયા.

એજ્યુકેટીવ એન્જિનિયરને ખેડૂતોનાં ઉભા પાકમાં જીસીબી ચલાવતાં ખેડૂતોનાં પ્રશ્નો અંગે સવાલ કરતા કશું કહેવાનો ઇનકાર કરી હાથ ઉંચા કરી લીધા હતા. અને કશું કહેવાનો ઇનકાર કરી બાઈટ આપી ન હતી. ત્યારે તેમની સત્તાનો મદ સ્પષ્ટ જણાઈ આવતો હતો.

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.