રાજકોટ મનપા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમોને સીલ કરાશે, સેમ્પલનો રિપોર્ટ ઝડપી આવે તે માટે પ્રયાસ ચાલુ: આરોગ્ય અધિકારી
રાજકોટ શહેરમાં કેટલાક ભેળસેળિયા તત્વો લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. અત્યાર સુધી આવા વેપારીઓને ત્યાં દરોડા પાડી અખાદ્ય પદાર્થોનો નાશ કરી દેવામાં આવતો હતો. તેમજ તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતા હતા, પરંતુ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવતા ખાસ્સો સમય લાગતો હોય છે. ત્યાં સુધી આ ભેળસેળિયા તત્વો સામે કોઈ કાર્યવાહી થતી નહોતી. જો કે, હવે મ્યુ. કમિશ્નરનાં આદેશથી આરોગ્ય વિભાગે આવા તત્વો સામે લાલ આંખ કરી છે અને આવા એકમો સીલ કરવાનો પ્રારંભ કરાયો છે. તાજેતરમાં આવા બે એકમો સીલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમોને સીલ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.