બોટાદ તખતસિંહજી લાઇબ્રેરી(વડીલનો વિસામો) ખાતે સુર સાધના સંગીત વૃંદ મ્યુઝીકલ ગ્રૂપ બોટાદ દ્વારા મનોજકુમારજીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ તખતસિંહજી લાઇબ્રેરી(વડીલનો વિસામો) ખાતે સુર સાધના સંગીત વૃંદ મ્યુઝીકલ ગ્રૂપ બોટાદ દ્વારા મનોજકુમારજીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


(કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદ વડીલ નો વિસામો લાઈબ્રેરી ખાતે સ્વર્ગસ્થ મનોજકુમારજી ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યું. બે મિનિટ મૌન પાળી સવર્ગસ્થ મનોજકુમારજીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી . આ તકે ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી કિરીટભાઈ ખવડ તેમજ મિલન બગડીયા, જયવીરભાઈ .અનિરુદ્ધભાઈ શેખવા ઉપસ્થીત રહ્યા હતા. સુર સાધના મ્યુઝીકલ ગ્રૂપ બોટાદ ના કલાકારો દ્વારા સંગીત ના સુરો રેલાવ્યા હતા. અલ્પેશભાઈ ભટ્ટ મામલતદાર સાહેબ શ્રી હળવદ,જીજ્ઞેશભાઈ પાઠક,તેમજ સુર સાધના સંગીત વૃંદ ના સભ્યો દ્વારા જુના ગીતો દ્વારા તખતસિંહ જી લાયબ્રેરી( વડીલ નો વિસામો ) સંગીત મય બની ગયું હતું આ તકે સિનિયર સિટીજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થીત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image