ભારત વિકાસ પરિષદ હળવદ દ્વારા ડીવી પરખાણી શાળા ખાતે લગ્ન ગીત સ્પર્ધા યોજાઈ
ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા આજે ભારતીય સંસ્કૃતિ મા જે સોળ સંસ્કાર બતાવવામાં આવ્યા છે તે પૈકી લગ્ન સંસ્કાર મા લગ્ન લખવાથી દિકરી વિદાય સુઘી મા લોકમુખે ગવાતા લગ્ન ગીત સ્પર્ધા હળવદ ની ડી.વી. પરખાનિ પે.સે. શાળા નં 7 ખાતે સફળતા પૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં 21 બાળાઓ એ હોંશભેર ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ મહિલા સંયોજક પુષ્પાબેન રાઠોડ ના માર્ગદર્શન હેઠળ યોજાયો. જેમાં ભારત વિકાસ પરિષદ હળવદ શાખા ના ઘનશ્યામ ભાઈ દેથરિયા . પરેશભાઈ અનડકટ.. નરેન્દ્રસિંહ રાણા.. પ્રફુલભાઈ પાઠક તેમજ શાળા પરિવારના શિક્ષક ભાઈઓ બહેનો એ હાજરી આપી બાળાઓ ને બિરદાવી.
દરેક બાળાઓ ને ફુલ સ્કેપ નોટબુક અને બોલપેન ભેટ આપવામાં આવી. ભારતીય સંસ્કૃતિ નું જતન કરવા નો નમ્ર પ્રયાસ કરેલ છે. આ કાર્યક્રમ મા ભાગ લેનાર. તેમને પ્રોત્સાહન આપવા બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.