કેજરીવાલના જામીન પર આજે સુનાવણી થઈ શકે છે:સુપ્રીમ કોર્ટે ED કેસમાં જામીન આપ્યા છે, CBI કેસમાં જેલમાં છે - At This Time

કેજરીવાલના જામીન પર આજે સુનાવણી થઈ શકે છે:સુપ્રીમ કોર્ટે ED કેસમાં જામીન આપ્યા છે, CBI કેસમાં જેલમાં છે


સુપ્રીમ કોર્ટ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન મામલે સુનાવણી કરશે. લીકર પોલિસી કેસમાં કેજરીવાલે CBI દ્વારા કરાયેલી ધરપકડને પડકારવાની સાથે જામીન અરજી કરી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચ કરશે. સુપ્રીમ કોર્ટે 12 જુલાઈએ જ ED કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા. પરંતુ તેમની સામે બીજો કેસ CBIનો ​​​​​​છે. આ કેસમાં તેઓ તિહાર જેલમાં છે. ED કેસમાં જામીન આપતા જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે કેજરીવાલ 90 દિવસથી જેલમાં છે. તેથી તેમને મુક્ત કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. અમે જાણીએ છીએ કે તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેમણે મુખ્યમંત્રી રહેવું છે કે નહીં તે નક્કી કરવાનું છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે અમે આ કેસને મોટી બેંચમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ. ધરપકડની પોલિસી શું છે, તેનો આધાર શું છે. આ માટે અમે આવા 3 પ્રશ્નો પણ તૈયાર કર્યા છે. જો ઉચ્ચ બેંચ ઈચ્છે તો કેજરીવાલના વચગાળાના જામીન પર ફેરફાર કરી શકે છે. હાઈકોર્ટનો EDને સવાલ - શું કેજરીવાલની ફરી ધરપકડ કરશો?
7 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન વિરુદ્ધ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે EDને પૂછ્યું કે શું તપાસ એજન્સી દિલ્હીના મુખ્યમંત્રીની ફરી ધરપકડ કરવા માંગે છે. બાર એન્ડ બેંચના જણાવ્યા અનુસાર, જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ EDને આ સવાલ પૂછ્યો છે. તેમણે કહ્યું કે હું મૂંઝવણમાં છું. છેવટે, તમે (ED) શું કરવા માંગો છો ? ખરેખરમાં, EDએ મની લોન્ડરિંગ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા જામીનને હાઈકોર્ટમાં પડકાર્યા છે. કેસની આગામી સુનાવણી 5 સપ્ટેમ્બરે થશે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા
20 જૂને રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા. 21 જૂને EDએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અંગેની સુનાવણી 25મી જૂને થઈ હતી. ત્યારે EDએ હાઈકોર્ટને કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે અમારી વાત યોગ્ય રીતે સાંભળી નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું- ચર્ચા યોગ્ય રીતે થઈ ન હતી, તેથી અમે રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને રદ કરીએ છીએ. કોર્ટે કહ્યું- નિર્ણયને જોતા લાગે છે કે કેજરીવાલને જામીન આપતા સમયે સમજદારી દાખવવામાં આવી નહોતી. કોર્ટે EDને દલીલ કરવાની પૂરતી તક આપવી જોઈતી હતી. દિલ્હીના સીએમ કેજરીવાલ સામે ED સિવાય CBI કેસ પણ ચાલી રહ્યો છે. સીબીઆઈએ 26 જૂને લિકર પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરી હતી.​​​​​​​ EDએ 208 પેજની સાતમી સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરી, કહ્યું- કેજરીવાલ લિકર પોલિસી કેસના માસ્ટરમાઇન્ડ
EDએ 9મી જૂને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સાતમી સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરી હતી. 208 પાનાની આ ચાર્જશીટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આ કેસના માસ્ટરમાઇન્ડ અને કાવતરાખોર તરીકે વર્ણવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કૌભાંડમાંથી મળેલા પૈસા આમ આદમી પાર્ટી પર ખર્ચવામાં આવ્યા હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કેજરીવાલે દારૂ વેચવાના કોન્ટ્રાક્ટ માટે સાઉથ ગ્રૂપના સભ્યો પાસેથી રૂ. 100 કરોડની લાંચ માંગી હતી, જેમાંથી રૂ. 45 કરોડ ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હતા. આ સમાચાર પણ વાંચો... સંજય સિંહે કહ્યું- કેજરીવાલનું વજન 8.5 કિલો ઘટ્યું, કોમામાં જવાનું જોખમ છે આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું જેલમાં સતત વજન ઘટી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે તેમની ધરપકડ બાદ કેજરીવાલનું લગભગ 8.5 કિલો વજન ઘટી ગયું છે. આ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. જેલ દરમિયાન ઊંઘ દરમિયાન તેનું સુગર લેવલ 50 5 વખત ઘટી ગયું હતું. જો સૂતી વખતે અચાનક શુગર લેવલ ઘટી જાય તો વ્યક્તિ કોમામાં જઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.