રાજકોટ શહેર જાહેર જગ્યાઓ પર નિવાસ કરતા ભિક્ષુકોને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર તથા બાળગૃહમાં મોકલાયા. - At This Time

રાજકોટ શહેર જાહેર જગ્યાઓ પર નિવાસ કરતા ભિક્ષુકોને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર તથા બાળગૃહમાં મોકલાયા.


રાજકોટ શહેર જાહેર જગ્યાઓ પર નિવાસ કરતા ભિક્ષુકોને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર તથા બાળગૃહમાં મોકલાયા.

રાજકોટ શહેર તા.૨૪/૬/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં વરસાદની આગાહી હોવાથી જાહેર માર્ગો પર ભિક્ષાવૃત્તિ કરતા લોકોને રક્ષણ આપવા માટે અને વરસાદમાં તેઓને કોઈ નુકશાન ન થાય તે માટે સમાજ સુરક્ષા વિભાગ, જીલ્લા બાળ સુરક્ષા વિભાગ, ભિક્ષુક સ્વીકાર કેન્દ્રો અને રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિક સેલના સયુંકત ઉપક્રમે ભિક્ષાવૃત્તિ નાબુદી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેરના રેષકોર્સ રીંગ રોડ, ૧૫૦ રીંગ રોડ, રૈયા રોડ, આમ્રપાલી ફાટક, હનુમાન મઢી, કોટેચા ચોક, નાના મૌવા સર્કલ, લક્ષ્મીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, વિરાણી ચોક, રાજનગર ચોક વગેરે જાહેર માર્ગો પર ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અન્વયે મળી આવેલા ૧૯ ભિક્ષુકો પૈકી ૪ મહિલાઓ તથા તેના ૩ બાળકોને મહિલા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં આશ્રય આપવામાં આવ્યો છે. ૧૨ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરીને બાળગૃહમાં રાખવામાં આવ્યા છે.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.