રાજકોટ સિનિયર સીટીજનને મદદ કરવાના બહાને સોનાના દાગીના તથા રોકડા ની લુટ કરનાર ચોર ઇસમોને પકડી પાડતી તાલુકા પોલીસ. - At This Time

રાજકોટ સિનિયર સીટીજનને મદદ કરવાના બહાને સોનાના દાગીના તથા રોકડા ની લુટ કરનાર ચોર ઇસમોને પકડી પાડતી તાલુકા પોલીસ.


રાજકોટ સિનિયર સીટીજનને મદદ કરવાના બહાને સોનાના દાગીના તથા રોકડા ની લુટ કરનાર ચોર ઇસમોને પકડી પાડતી તાલુકા પોલીસ.

રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધિત ગુન્હાઓ તથા સોના ચાંદીના દાગીનાઓ ચોરી કરેલ ઈસમોને પકડી પાડવા સુચના કરેલ હોય P.I ડી.એમ.હરીપરા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૯(૪),૧૨૩,૩(૫) મુજબના ગુનાના કામેના ફરીયાદીને આરોપીઓએ બેભાન થઇ જાઇ તેવુ કોઈ પીણુ પાઈ ફરીયાદીને બેભાન કરી ફરીયાદીએ કાનમાં પહેરેલ સોનાની બુટ્ટી ૩.૮ ગ્રામ ની કિ.રૂ.૧૬,૦૦૦ તથા નાકમાં પહેરેલ સોનાનો દાણો ૩ મીલી. ગ્રામ કિ.રૂ.૫૦૦ તેમજ રોકડા રૂ.૪૦૦ ની લુટ કરી નાશી જનાર આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સર્વેલન્સ સ્કોડના PSI બી.આર.ભરવાડ તથા સ્ટાફને સુચના કરતા સર્વેલન્સ સ્ટાફ દ્રારા ફરીયાદી પાસેથી આરોપીનુ પ્રાથમીક વણૅન મેળવી અલગ-અલગ ટીમો બનાવી તેમજ ટેકનીકલ સોર્સીસ તેમજ હ્યુમન સોર્સીસ થી આરોપીને પકડવા પ્રત્યાનશીલ હોય તે દરમ્યાન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના હરપાલસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, મહાવીરસિંહ જાડેજા નાઓને હુમન સોર્સીસ દ્રારા મળેલ હકિકત આધારે ગુનાના કામેના આરોપીને નવો ૧૫૦ ફુટ રીંગ રોડ, પાટીદાર ચોક પાસેથી મુદ્દામાલ સાથે પકડી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) એભાભાઇ કમાભાઈ વાઘેલા ઉ-૫૨ (૨) નાથીબેન એભાભાઈ કમાભાઈ વાઘેલા ઉ-૫૨ રહે- બન્ને રામધણ આશ્રમ પાછળ, પ્રગટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ઝુપડામાં રાજકોટ. સોના-ચાંદીના દાગીના કિં.રૂ.૨,૧૧,૫૦૦ તથા રોકડ રકમ રૂ.૪,૬૦૦ મોપેડ કિં.રુ.૫,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨,૨૨,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓ મોટી ઉમરના માણસોને ખાસ કરીને વૃધ્ધાઓને ટાર્ગેટ કરી તેઓની રેકી કરી તેઓને વાતોમાં લઇ તેઓને રોડ ક્રોસ કરાવવા, મંદીર જવા રસ્તો બતાવવા, ઘરે જવા, હોસ્પિટલ જવા મદદ કરવાના બહાને તેઓને બેભાન થઇ જાય તેવી વસ્તુ ઠંડા-પીણા કે ચા જેવા પીણામાં ભેળવી તે પીણુ પીવડાવી તેઓને નજીકમાં કોઈ અવાવરૂ જગ્યા કે જયા પબ્લિકની અવર-જવર ઓછી હોય તેવી જગ્યાએ લઈ જઈ બેભાન કરી તેઓના શરીર પરના ઘરેણા તેમજ રોકડા રૂપીયાની લુંટ કરી ગુનો કરી નાશી જવાની ટેવ ધરાવતા હતા. જાહેર જનતા જોગ સંદેશ, વૃધ્ધ માતા પિતા કે વડીલોએ ઘરની બહાર નિકળતા સમયે ખાસ ધ્યાન રાખવુ કે બહાર કોઈ અજાણ્યા સ્ત્રી કે પુરૂષ ઉપર વિશ્વાસ કરી તેની વાતોમા આવી જઇ તેઓ દ્રારા આપવામાં આવતુ કોઈ ઠંડુ-પીણુ કે ચા જેવા પીણા પીવા નહી. કોઈ અજાણ્યા ઇસમો તમારી સાથે જબજસ્તીથી વાત ચીત કરવાનો કે ઓળખાણ કાઢવાના પ્રયત્નો કરે તો જોર જોરથી બુમા બુમ કરી આજુ-બાજુના માણસોનુ ધ્યાન ખેચવુ અને મદદ માંગવી, આપના ઘરેથી વૃધ્ધ માતા પિતા કે વડીલો ઘરની બહાર જાય ત્યારે તેમના ફોનમાં ઘરના કોઇ સભ્યોના તેમજ પોલીસ મદદ માટેના ૧૦૦ નંબર તેઓના મોબાઈલ ફોનમાં સ્પીડ ડાયલમાં લગાવી આપવા અને તેઓને મદદ માટે કેવી રીતે ફોનમાં સ્પીડ ડાયલનો ઉપયોગ કરવો તે સમજાવવુ.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image