સમસ્ત ગુજરાત ના સંતુલિત વિકાસ માટે દિશા અને દ્રષ્ટિ ની જરૂર કચ્છ નું રણ સરોવર સૌરાષ્ટ્ર નું કલ્પસર વિરજીભાઈ ઠુંમર ધારાસભ્ય પૂર્વ સાંસદ. યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ. જ્યાં સામાન્ય વ્યક્તિ ની મહતા નથી ત્યાં માનવ અધિકાર કેવો ? - At This Time

સમસ્ત ગુજરાત ના સંતુલિત વિકાસ માટે દિશા અને દ્રષ્ટિ ની જરૂર કચ્છ નું રણ સરોવર સૌરાષ્ટ્ર નું કલ્પસર વિરજીભાઈ ઠુંમર ધારાસભ્ય પૂર્વ સાંસદ. યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ. જ્યાં સામાન્ય વ્યક્તિ ની મહતા નથી ત્યાં માનવ અધિકાર કેવો ?


સમસ્ત ગુજરાત ના સંતુલિત વિકાસ માટે દિશા અને દ્રષ્ટિ ની જરૂર કચ્છ નું રણ સરોવર સૌરાષ્ટ્ર નું કલ્પસર વિરજીભાઈ ઠુંમર ધારાસભ્ય પૂર્વ સાંસદ.
યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ

જ્યાં સામાન્ય વ્યક્તિ ની મહતા નથી ત્યાં માનવ અધિકાર કેવો ?

સૌરાષ્ટ્ર કચ્છ ને કાયમ નપાણિયા વિસ્તાર તરીકે જ ઓળખાયેલાં રહેશે ? સરકાર ની આ કોરિડોર માટે ઈચ્છા શક્તિ નથી ? કચ્છ સૌરાષ્ટ્રમાં લાંબી કડાકૂટ કે હજારો કરોડના ખર્ચ વગર આશરે ૪૯૦૦ સ્કવેર કિલોમીટર (આશરે ૧૨ લાખ એકર જમીન) માં પથરાયેલું મીઠા પાણીનું સરોવર કુદરતી રીતે જ મળી શકે તેમ છે અંદાજે ૯ લાખ MCM પાણીનો જથ્થો નજીવા ખર્ચથી મળી શકે એવી સચોટ પરિકલ્પના પાછળ તજજ્ઞ વ્યક્તિ ઓએ અભ્યાસ કર્યો છે સૂરજબારી ના પુલ નો એક છેડો સૌરાષ્ટ્ર અને બીજો છેડો કચ્છ ને જોડે છે સવા કિમી નો આ પુલ વિકાસ નું પ્રવેશ દ્વાર બંને તેમ છે રણ સરોવર ના પલ્સ માઇન્સ અભિયાસ બાદ શકયતાદર્શી સ્થિતિ રાજસ્થાન થી આવતી બનાસ નદી થી મહેસાણા સુધી કચ્છ ના નાના રણ ની રૂપેણ સરસ્વતી સહિત લુપ્ત થયેલ અને હયાત ૧૧૦ નાની મોટી નંદી સરહદ પાર થી આયાવર પક્ષી ધુડખરો ની પાણી ખોરાક માટે રઝળપાટ બંધ થાય ટુરિઝમ બિઝનેસ ખેત જણસ લેન્ડ ડેવલપમેન્ટ બોર્ડર ઇન્ડસ્ટ્રીઝ સોલાર એનર્જી ગ્રીન પાવર ઉપરાંત પ્રાકૃતિક ફેરફાર મોટાભાગ ના વિસ્તાર માં તાપમાન ઘટવા થી ઉકળાટ માં રાહત રૂપ વાતાવરણ મીઠા ના ઉદ્યોગ રણ સરોવર થી ગુજરાત ને જગત માં અજોડ બનાવી દેશે નર્મદા સમાંતર રણસરોવર દરેક જીવાત્મા નું કલ્યાણ કરનાર બની શકે તેમ છે જરૂર છે માત્ર સરકાર ની ઈચ્છા શક્તિ ની બહુજન હિતાય બહુજન સુખાય પણ કેવી રીતે ? માત્ર જાહેરાતો થી ? ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી થી લઈ PMO સુધી સતત આની રજૂઆતો પછી ભારત સરકાર ના સેક્ટરી ડો અમરજીત સિગે વોટર રિસોર્સ એન્ડ રિવર ડેલોપમેન્ટ ને આ પ્રોજેક્ટ સ્ટડી કરી રિપોર્ટ કર્યો રણ સરોવર રિપોર્ટ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્યુટ્યુટે દિલ્હી ખાતે મોકલી ત્યારબાદ રણ સરોવર થકી બહુજન હિતાય બહુજન સુખાય નો મંત્ર સિદ્ધ થવા પોઝીટીવ અભિપ્રાય આપ્યો તેના વર્ષો થયા
સૃષ્ટિ સર્જવા માટે દ્રષ્ટિ કેળવવી પડે દશા બદલવા દિશા બદલવી પડે આશા સાકાર કરવા માટે નિષ્ક્રિતા ખંખેરવી પડે નવ સર્જન માટે જૂનું છોડવું પડે શ્રદ્ધા કરતા આત્મ વિશ્વાસ ઉપવાસના કરતા સાધના લાગણી કરતા આત્મીયતા દયા કરતા કરુણા દાન કરતા યોગદાન ગર્વ કરતા ગૌરવ અભિમાન કરતા ખુમારી બુદ્ધિ કરતા સમજ માહિતી કરતા જ્ઞાન મોજ કરતા આનંદ સ્પર્ધા કરતા સહયોગ નિષેધ કરતા નિયંત્રણ શિષ્ટાચાર કરતા સદાચાર માન કરતા આદર ખુશી કરતા સુખી સમૃદ્ધ કરતા સંસ્કાર અને ભક્ત કરતા સાધક નું ચડિયાતું જાણવું સમજવું સ્વીકારવું પડે
કચ્છ નું રણ સરોવર એશિયા નું સૌથી મોટું મીઠા પાણી નું રણ સરોવર શક્ય છે જ અને સૌરાષ્ટ્ર ના દરેક જીવાત્મા ના કલ્યાણ માટે કલ્પસર આ બે યોજના કલ્પસર અને રણ સરોવર બંને તો આ વિસ્તાર નું ચોક્કસ કલ્યાણ કરી શકાય સમસ્ત ગુજરાત ના સંતુંલિત વિકાસ નો સ્ત્રોત એવી બહુહેતુક યોજના કાર્યરત થાય તો પાણી વગર ધાણી બંધ થાય અક્ષયપાત્ર કલ્પસર ની કોરીડોર વરસાદી જળસંગ્રહ ઉત્તમ ઉર્જા ઔદ્યોગિક વિકાસ ગંજાવર મૂડીરોકાણ પર્યાવરણ પકૃતિ હજારો હાથ ને હુન્નર સહિત અનેકો તકો નું સર્જન અને રોજગારી ઓ આ યોજના સને ૧૯૬૧ ડચની નેડેકો ના તજજ્ઞ નું વિચાર બીજ સાંસદ શ્રી ભોગીલાલ શાહ ના પ્રસ્થાવ થી ગેજેટ માં બંધ અંગે ૧૯૬૯ થી ચર્ચા આવી મુખ્ય સચિવ ના રિપોર્ટ મુખ્ય મંત્રી અને શામ પિત્રોડા વચ્ચે પરામર્શ બાદ હાસ્કોનીગ નો પૂર્ણ શકયતાદર્શી અહેવાલ સને ૧૯૯૬ આવ્યો ૨૦૦૩ માં કલ્પસર વિભાગ રચાયો ૨૦૦૪ માં દરિયાઈ સર્વેક્ષણ નો પ્રારંભ માટે કલ્પસર સહયોગ સમિતિ ની રચના કરાય રાજકોટ મુકામે સંમેલન ઠરાવો સચિવ સમક્ષ વિસ્તૃત ચર્ચા ઓ સંગોષ્ઠી ભાવનગર વડોદરાસહિત માં સચિવ અને ઇજનેરો અને બાબુભાઇ નવલાવાલા પથરેખા સમિતિ ની મીટીંગો ગુજરાત વિદ્યાપીઠ માં સંગોષ્ઠી ઠરાવ નકશા ઓ રજૂ થયા તજજ્ઞ ઝાવા દેસાઈ ભાવનગર ની મુલાકાતે પધાર્યા ચેન્નાઇ માં EAG -NIOT ની બેઠક માં સવિસ્તાર વિચારણા નિર્ણય પથરેખા થઈ તત્કાલીન મુખ્ય મંત્રી મોદી નો પત્ર EAG ની ૯ મી મીટીંગ માં ૭ મુદ્દા અને ૮ પથરેખા માંથી ૩ માન્ય થઈ રૂપાણી સુધી માં આ યોજના ના રિપોર્ટ તપાસ પુથકરણ અહેવાલ પાછળ બજેટ માં ૧૪.૮૯૫ કરોડ ની ફાળવણી કરાય ભાવનગર ની ખાડી ખંભાત નો અખાત ૨૨૦૦થી ૨૩૦૦ ચો કિમિ ક્ષેત્રફળ માં કોઈ સ્થળાંતર વિસ્થાપિત પર્યાવરણ પ્રકૃતિ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય તકરાર ઉભી થવા ની કોઈ સ્થિતિ નથી વિશ્વ માં કયાય ન હોય તેવી ભૌગોલિક સ્થિતિ માં કલ્પસર નું તજજ્ઞ ના મતે આયુ ૪૦૦-૫૦૦ વર્ષ જળ સંગ્રહ ક્ષમતા ૧૨૦૦ કરોડ ઘન મીટર ભાવનગર થી દહેજ વચ્ચે ૨૯ કિમિ ૧૦૦ મીટર ઉંચાઈ માંથી ૧૧ લાખ હેકટર ને ચિસાઈ નહેર વ્યવસ્થા ૬૦૦૦ ક્યુસેક વહન ક્ષમતા ૭૦૦ કિમિ સરોવર સંલગ્ન નવસાધ્ય જમીન ૫ લાખ હેકટર થી વધુ સુધારી શકાય અનેક પ્રકારે રોજગારી લક્ષી પિયત ખેતી ગૃહ ઉદ્યોગો પશુ પાલન ખેત મજૂરો ૧૦ લાખ કરતા કુટુંબો ને ઉન્નત થવા ઉપરાંત ઉર્જા ઉત્પાદન ભાવનગર થી સુરત નું અંતર ૪૭૮ કિમિ થી ૩૪૩ કિમિ ઘટી ને માત્ર ૧૨૫ કિમિ છે ભૂમિ બગાડ અટકશે કુદરતી પ્રસાદ રૂપ વરસાદી પાણી થી ભૂગર્ભ જળ સ્તર સુધરશે ભાંભરૂ ખારુ મટી મીઠું પાણી ભાવનગર અમદાવાદ ખેડા આણદ વડોદરા ભરૂચ સહિત ના વિસ્તારો માં જળ જન્ય રોગ મુક્ત ભૂમિ ગત અને પર્યાવરણ લાભો ઘર વપરાશ ઉદ્યોગ ખેતી ને જળ ઉપલબ્ધી ના સારા પરિણામો પ્રદુષણ મુક્ત થશે ગુજરાત માં સપ્તસિંધુ સ્વરૂપ સાંસ્કૃતિકધામ સર્જાશે
સફળતા ની નથી હોતી કોઈ તૈયાર કેડી સ્વાશ્રય સાધના તૈયાર કરવી પડે ભો ખેડી સમય શક્તિ સ્ત્રોત વેડફાઈ નહિ વ્યર્થ વિવાદ છેડી પ્રગતિ નો પંથ અવરોધાય તેવી ન પહેરવી બેડી સિંચન ઘડી ઘડી શ્રમ નું પયપાન રેડી એક ડગલું માંડો તો કાંડારાશે પગ ની એડી
કલ્પસર યોજના માટે કલ્પસર સહયોગ સમિતિ ઓ દ્વારા સૌરાષ્ટ્ર ના ગામડા ઓથી લઈ મહાનગરો સુધી જનજાગૃતિ માટે પોસ્ટર બેનર પોસ્ટ કાર્ડ ઝુંબેશ શેરી નાટક ટૂંકી ફિલ્મો મુક અભિનય જેવા કાર્યક્રમો થયા સરકાર ની ઈચ્છા શક્તિ જગાડવા વિરોધ નહિ પણ હકારાત્મક અભિગમ થી પ્રબુદ્ધ સમિતિ ઓ દ્વારા સરકાર માં વખતો વખત મીટીંગો પરામર્શ થયા ધાર્મિક કથા કારો ને દેવ ચરિત્ર સાથે જળસંસાધન ના સાધનો બાંધવા નિભાવવા ની પ્રવૃત્તિ ઓને મંદિર બાંધવા સમાંતર સરખાવી જળ મહતા અને સામાજિક દાયિત્વ વિશે આપણે સજાગ થવું પડશે આવનારી પેઢી માટે જળ એજ જીવન છે ભવિષ્ય કથન કરતા ઓ એ કહ્યું છે આગામી વિશ્વ યુદ્ધ જળ વહેંચણી માટે હશે કરોડો નું કેપિટલ એસેટ બજેટ ખર્ચ કરી પીવા નું પાણી પમ્પીગ દ્વારા પહોંચાડી શકાયું પણ આર્થિક ઉન્નત થવા ના ઉપાયો દરેક હાથ ને રોજગાર દરેક જીવ ને આહાર વિહાર નો અધિકાર આપવો એટલે સામુહિક વિકાસ ની દિશા અને દ્રષ્ટિ ની જરૂર છે સામુહિક વિકાસ ના સાધનો મુઠી ભર લોકો ના હાથ માં વિકસવું વિસ્તરવું દરેક ને કુદરતી અને બંધારણીય અધિકાર છે જ્યાં સામાન્ય વ્યક્તિ ની મહતા નથી ત્યાં વળી માનવ અધિકાર કેવો ? વારંવાર સરકારી પ્રયોજિત કાર્યક્રમો માં કરોડો ના વિકાસ કામો ના સંકલ્પ લોકાર્પણ માત્ર તાયફા જ છે ને ? કલ્પસર માટે ૧૫ હજાર કોરોડ ના ખર્ચ પછી કોઈ પરિણામ નથી એકના એક પ્રકલ્પ નું ઉદ્ધાટન કરાવ્યું એજ સંસ્કૃતિ ક્યાં સુધી ?ગુજરાત ના સંતુંલિત વિકાસ માટે નક્કર નેતૃત્વ દુરંદેશી જરૂરી યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ ગુજરાત ભર માંથી આ યોજના કાર્યરત થવા નો અવાજ ઉઠે તે જરૂરી.

વિરજીભાઈ ઠુંમર ધારાસભ્ય ખેડૂત અગ્રણી પૂર્વ સાંસદ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.